તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:બેંક ચોર ટાબરિયા સાથે અન્ય 2 શખ્સો સામેલ હોવાની શંકા

લીંબડી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેંકમાં સિક્યોરિટી ગાર્ડ નહીં હોવાની હકીકત સામે આવી

લીંબડીની ડિસ્ટ્રીક્ટ કો.ઓપરેટિવ બેંકમાં રોજાસર સહકારી મંડળીના મંત્રી સુખદેવસિંહ ઝાલા ખેડૂતોના ધિરાણના રૂ.1,78,300 લઈને બેંકમાં ભરવા માટે આવ્યા હતા. મંત્રી પૈસા અને દસ્તાવેજો ભરેલો થેલો ટેબલ નીચે મૂકી ફોર્મ લેવા કાઉન્ટર પર ગયા ત્યારે મોઢે માસ્ક બાંધી બેઠેલો ટાબરિયા જેવો દેખાતો ગઠિયો 20થી વધુ ખેડૂતો અને બેંક સ્ટાફની નજર ચૂકવી માત્ર 14 સેકન્ડમાં થેલો તફડાવી ફરાર થઈ ગયો હતો. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

લીંબડી ડિસ્ટ્રીક્ટ કો.ઓપરેટીવ બેંકમાં બનેલી ચોરીની ઘટના અંગે પીએસઆઈ વી.એન.ચૌધરીએ જણાવ્યું હતું કે અમે ઘટનાની ગંભીરતાથી તપાસ કરી રહ્યા છીએ. સીસીટીવીને બારીકાઈથી જોતાં ખ્યાલ આવ્યો કે જયારે ટાબરિયા જેવો દેખાતો ગઠિયો થેલો ઉઠાવી રહ્યો હતો. ત્યારે તેની સામે સીડીના પગથિયે બેઠેલા અન્ય વ્યક્તિના હાવભાવ ફેર પડ્યો હતો. તે બન્ને સાથે અન્ય ત્રીજો શખ્સ પણ હતો. જે બેંકમાં દાખલ થઈ સીડી દ્વારા ઉપર ગયો અને બેંક બહાર પણ નીકળી ગયો હતો.

આ વ્યક્તિ સીસીટીવી સામે જોઈ પોતાનું માસ્ક સરખું કરતા પણ નજરે પડ્યો હતો. ઘટનાને અંજામ આપી ત્રણેય શખ્સો રિક્ષા લઈ હાઈવે સર્કલ પહોંચી ગયા હતા. રિક્ષા ચાલકને બોલાવી પૂછપરછ કરી છે. ડિસ્ટ્રીક્ટ બેંકમાં મોટા પ્રમાણમાં પૈસાની લેતીદેતી થતી હોવા છતાં સિક્યોરિટી ગાર્ડ નહીં હોવાથી ગઠિયાઓની હિંમત વધી. અમે તપાસ કરી રહ્યા છીએ ગણતરીના દિવસોમાં કેસ ઉકેલવાય જશે તેવો વિશ્વાસ છે.

અન્ય સમાચારો પણ છે...