ક્રાઈમ:પાંદરી દૂધ મંડળીના પ્રમુખ અને અન્ય 1 વ્યક્તિ પર હુમલો

લીંબડી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હુમલાખોરોએ હથિયારો વડે કારના કાચ તોડી, લૂંટ કરી હોવાનું પરિવારજને જણાવ્યું

પાંદરી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ નરેશભાઈ નોંઘાભાઈ ભરવાડ અને રણછોડભાઈ ભળિયાતરા લીંબડીની ડિસ્ટ્રીક્ટ કો.ઓ.બેંકમાંથી પૈસા ઉપાડી દૂધ વેચાણ કરતાં ગ્રાહકોને ચૂકવવા જઈ રહ્યા હતા. ત્યારે લીંબડી-રાણપુર રોડ પર પાંદરી નજીક 10 જેટલા હુમલાખોરોએ તેમની કારનો કાચ તોડી નાંખ્યો હતો. નરેશભાઈ ભરવાડ અને રણછોડભાઈ ભળિયાતરા ઉપર લાકડીઓ, લોખંડની પાઈપ, તલવારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં પાંદરી દૂધ મંડળીના પ્રમુખ અને તેમના મિત્રને ગંભીર ઈજા પહોંચી હતી.

ઘાયલોને સારવાર અર્થે પહેલા લીંબડી સિવિલમાં અને ત્યારબાદ વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે ઘાયલ નરેશભાઈ ભરવાડના કૌટુંબિક ભાઈ અજયભાઈ બાબાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે છેલ્લા ચારેક વર્ષથી જોગરાણા પરિવારના લોકો દૂધ મંડળી લઈ લેવા માટે અમારાં પરિવારના સભ્યો ઉપર હુમલાઓ કર્યાં કરે છે. હુમલામાં મારા ભાઈને ગંભીર ઈજાઓ પહોંચાડીને તેની પાસે દૂધના ગ્રાહકોને ચૂકવવા માટેના પૈસા પણ લૂંટી ગયા છે. લીંબડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...