તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લીંબડીના મધ્યમાં આવેલા પેટ્રોલ પંપ પાસે એડવોકેટની ઓફિસમાં ધોળા દિવસે એક શખ્સ ઘૂસી ગયો હતો. જુની અદાવતની દાઝ રાખી વકીલ ઉપર છરી વડે જીવલેણ હુમલો કરતા ચકચાર મચી છે. લીંબડી ભલગામડા ગેઈટ પાસે પટેલ શેરીમાં રહેતા બાર એસોસીએશનના પૂર્વ પ્રમુખ બી.જે.પટેલ શહેરના મધ્યભાગમાં પેટ્રોલપંપ પાસે આવેલી ઓફિસમાં સાથી વકીલ મિત્રો સાથે બેઠા હતા. ત્યારે પટેલ શેરીમાં રહેતો સુફીયાન ઘાંચી ઉર્ફે ભાણો ઓફિસમાં ઘૂસી ગયો હતો.
વકીલો કશું સમજે તે પહેલા સુફીયાને મસાલો ઉડાડી બી.જે.પટેલ ઉપર છરી વડે હુમલો કર્યો હતો. બી.જે.પટેલના પડખા અને હાથ ઉપર છરીના ઘા ઝીંકી ભાગી ગયો હતો. ઘાયલ બી.જે.પટેલને સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. ધોળા દિવસે વકીલ ઉપર થયેલા હુમલાના સમાચાર વાયુવેગે ફેલાતા શહેરમાં ચકચાર મચી હતી. બી.જે.પટેલે જણાવ્યું હતું કે મારા પર હુમલો કરનારનો મામા ઈમરાને દોઢક-બે માસ પહેલા ભલગામડા ગેટ પાસે પટેલ શેરીમાં માંસમટનનો ધંધો શરૂ કર્યો હતો.
પટેલ શેરીમાં રહેતી બહેનોએ મટનનો ધંધો બંધ કરાવા પોલીસ મથકે રજૂઆત કરી હતી. ત્યારે તે બહેનો ઉપર પણ આ શખ્સોએ પાઈપ વડે હુમલો કર્યો હતો. મેં બહેનોનો સાથ આપ્યો હતો. જેની દાઝ રાખી સુફીયાન ઘાંચીએ મારા ઉપર છરી વડે જીવલેણ હુમલો કર્યો છે. ઘાયલ વકીલ બી.જે.પટેલને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર લઇ જવામાં આવ્યાં હતા.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.