તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ચુડાના ચોકડીમાં 5નો 1 શખ્સ ઉપર હુમલો

લીંબડી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચુડાના ચોકડીના અને હાલ બોટાદ રહેતા ભરતભાઈ રાયસંગભાઈ સિંધવના કોઈ સ્વજનનું અવસાન થતા તેમની અંતિમક્રિયા માટે ગામમાં આવ્યા હતા. સ્મશાનમાં અંતિમ સંસ્કાર બાદ ભરતભાઈ સિંધવ અને ચોકડી ગામના મહાવીરસિંહ સિંધવ વચ્ચે જૂના પૈસાની લેતીદેતી બાબતે બોલાચાલી થઈ હતી. બોલાચાલીએ ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. મહાવીરસિંહ સિંધવ, મયુરભાઈ ડોડીયા, ઉમેશભાઈ પરમાર સહિત બે અજાણ્યા શખ્સોએ ભરતભાઈ સિંધવ ઉપર લોખંડના પાઈપ, લાકડીઓ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ભરતભાઈ સિંધવને પગે અને હાથે ઈજા પહોંચી હતી. જેમને સારવાર અર્થે પહેલા ચુડા અને ત્યારબાદ બોટાદ ખસેડાયા હતા. હુમલા દરમિયાન ફાયરીંગ થયાની પણ આશંકા વ્યક્ત કરા છે. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ કાફલો ચોકડી ગામે દોડી આવ્યો હતો. મોડી સાંજ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નહોતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો