તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ચોકડીમાં હુમલો, ગોળીબાર કરનારા 3 આરોપી ઝડપાયા

લીંબડી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પકડાયેલ આરોપી - Divya Bhaskar
પકડાયેલ આરોપી
 • પૈસા મુદ્દે 1 વ્યક્તિ પર હુમલો કર્યો હતો, હથિયારો કબજે કરાયા, રિમાન્ડ નામંજૂર

ચુડાના ચોકડી ગામે પૈસાની લેતી દેતી બાબતે 1 વ્યક્તિ ઉપર 3 શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલામાં 9થી 10 રાઉન્ડ હવામાં ફાયરીંગ પણ કરાયું હતું. ચુડા પોલીસે ત્રણેય હુમલાખોરોને ગુનામાં વપરાયેલા હથિયારો સાથે ઝડપી પાડયા હતા. ચુડાના ચોકડીના, હાલ બોટાદ રહેતા ભરતભાઈ રાયસંગભાઈ સિંધવના માતાનું અવસાન થતા તેમની અંતિમક્રિયા માટે ગામમાં આવ્યા હતા. તા.5 ડિસેમ્બરે અંતિમ સંસ્કાર બાદ ભરતભાઈ સિંધવ અને ચોકડી ગામના મહાવીરસિંહ સિંધવ વચ્ચે જુના પૈસાની લેતીદેતી બાબતે બોલાચાલી થઈ હતી. બોલાચાલીએ ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

મહાવીરસિંહ સિંધવ,મયુરભાઈ ડોડીયા, ઉમેશભાઈ પરમારે ભરતભાઈ સિંધવ ઉપર હુમલો કરી 9થી 10 રાઉન્ડ હવામાં ગોળીબાર કર્યો હતો.ચુડા પીએસઆઈ જી.કે.જાડેજાએ ટીમ સાથે રાખી હુમલાખોર મહાવીરસિંહ સિંધવ, મયુરભાઈ ડોડીયા અને ઉમેશ પરમારને હુમલામાં વપરાયેલા હથિયારો સાથે ઝડપી પાડયા હતા. ત્રણેય શખ્સોને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રીમાન્ડની માંગણી કરી હતી. પરંતુ કોર્ટે ત્રણેય શખ્સોના રીમાન્ડ નામંજુર કર્યાં હતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો