માગ:લીંબડી અને ચુડાના ખેડૂતોનું મામલતદારને આવેદન

લીંબડી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાનપરા અને કોરડાના ખેડૂતોનાં પાકને થયેલા નુકસાનીની સહાય ચૂકવવા માગ

લીંબડી અને ચુડા તાલુકાના ખેડૂતોના પાકને વરસાદને કારણે ભારે નુકસાન થયું છે. લીંબડી તાલુકાના કાનપરા અને ચુડા તાલુકાના કોરડા ગામના ધરતીપુત્રોએ લીંબડી અને ચુડાના મામલતદારને આવેદન આપી પાક નુકસાનીનું સરવે હાથ ધરી સહાય ચૂકવવાની માગ કરી હતી.લીંબડી અને ચુડા તાલુકાના ખેડૂતોના પાકને થયેલા નુકસાનીનું સરવે કરી સહાય ચૂકવવા બાબતે કાનપરા અને કોરડા ગામના ખેડૂતોએ લીંબડી મામલતદાર આર.એલ.ચૌહાણ અને ચુડા મામલતદાર એ.એસ.ઝાંપડાને આવેદન આપ્યું હતું.

આવેદનપત્રમાં જણાવ્યું હતું કે લીંબડી-ચુડા તાલુકામાં અઢી માસ વરસાદ નહીં વરસતા કપાસ, મગફળી, જુવાર સહિત પાક સુકાઈ ગયો હતો. જે થોડો ઘણો પાક બચ્યો હતો તેમાં છેલ્લે પડેલા વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતાં મોટાભાગનો પાક બળી જવા પામ્યો છે. SDRFના ધારાધોરણ મુજબ 33 ટકાથી વધુ નુકસાનની ફરિયાદ મળે એવા સમયે ખેડૂતના ખેતરે સરવે કરવાનો હોય છે. તાત્કાલિક અસરથી લીંબડી અને ચુડા તાલુકામાં સરવેની કામગીરી હાથ ધરી ખેડૂતોને નુકસાનીનું વળતર ચૂકવવાની માગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...