હાલાકી:અમદાવાદ-નારાયણ સરોવર ST બંધ કરાતાં હાલાકી

લીંબડી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લીંબડી એસટી ડેપોની છેલ્લા કેટલાય વર્ષોથી ચાલતી અમદાવાદ-નારાયણ સરોવર એસટી બસ અચાનક બંધ કરી દેવામાં આવતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. લીંબડીથી કચ્છ તરફ જતી બસ શરૂ કરવા મુસાફરો અને લીંબડી એસટી ડેપોના કર્મીઓએ માગ કરી છે.

લીંબડી ડેપોની છેલ્લા પચીસેક વર્ષથી ચાલતી એકમાત્ર અમદાવાદ-નારાયણ સરોવર બસ અચાનક બંધ કરી દેવામાં આવતા કચ્છ તરફ મુસાફરી કરતા પેસેન્જરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. લીંબડી ડેપોથી કચ્છ જિલ્લામાં જવા માટે ધંધુકા-ભુજ, અમદાવાદ-નારાયણ સરોવર અને ભાવનગર-નલીયાની 2 એમ 24 કલાકમાં ફક્ત 4 એસટી બસ શરૂ હતી. લીંબડી એસટી વિભાગના જવાબદાર અધિકારીના અણઆવડત ભર્યાં વહીવટ સામે મુસાફરોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. અમદાવાદ-નારાયણ સરોવર બસ બંધ કરવા પાછળનું કારણ જાણવા લીંબડી એસટી ડેપોના મેનેજરનો ટેલિફોનિક સંપર્ક સાધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ ડેપો મેનેજરે ફોન ઉપાડવાની તસ્દી લીધી નહોતી. અમદાવાદ-નારાયણ સરોવર બસ શરૂ કરવા મુસાફરો અને લીંબડી એસટી ડેપોના કર્મચારીઓએ ધારાસભ્ય કિરીટસિંહ રાણાને રજૂઆત કરી હતી.