તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:બહેન સાથે પ્રેમ સબંધથી ભાઈઓએ મિત્ર સાથે મળી યુવકની હત્યા કરી

લીંબડી13 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • રળોલના યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરાઈ
 • દિવ્યભાસ્કરે પ્રેમ સબંધના કારણે 3 જણે ઘટનાને અંજામ આપ્યાની શંકા જાહેર કરી હતી

લીંબડી તાલુકાના રળોલ ગામનો સરફરાજ વડદરીયા મોટરસાયકલ લઈ ભલગામડા ગેટ પાસે પસાર થઈ રહ્યો હતો. ત્યારે રળોલ ગામના ધર્મેશ કાળુ રાવળદેવ, હરદેવ ઉર્ફે સાહીલ રાવળદેવ અને રણજીત ચીકા પરમારે સરફરાજને ઊભો રાખ્યો હતો. ધર્મેશ અને હરદેવની બહેન સાથે સરફરાજને પ્રેમ સબંધ હોવાની વાતને લઈ બોલાચાલી થઈ હતી. બોલાચાલીએ ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સરફરાજ પર છરી વડે હુમલો કરી ત્રણેય હત્યારા નાસી છૂટ્યા હતા.સરફરાજનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

હત્યાના બનાવને કારણે પંથકમાં ચકચાર મચી ગઈ હતી. એલસીબી ટીમે રળોલથી હત્યામાં સામેલ રણજીત પરમારની હત્યામાં વપરાયેલા બાઈક સાથે ધરપકડ કરી લીધી હતી. જો કે દિવ્યભાસ્કરે બનાવના દિવસે જ હત્યા પ્રેમ સબંધના કારણે થઈ હોવાની અને 3 હત્યારાઓએ ઘટનાને અંજામ આપ્યો હોવાની આશંકા જાહેર કરી દીધી હતી. હત્યામાં સામેલ અન્ય આરોપીને ઝડપી પાડવા DYSP સી.પી.મુંધવા દ્વારા ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો