હત્યા:લીંબડીના બોરણા ગામના યુવાનની ગોળી મારીને હત્યા

લીંબડી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 દિવસમાં હત્યાનો ત્રીજો બનાવ બનતાં કાયદાની સ્થિતિ સામે સવાલો

લીંબડી તાલુકાના બોરણા ગામના યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવતાં ચકચાર મચી જવા પામી છે. હત્યા પાછળ પરિવારનો સભ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે.લીંબડી તાલુકાના બોરણા ગામે રહેતા 18 વર્ષીય યુવક મહેન્દ્રભાઈ પિતામ્બરભાઈ મંદુરીયાની મોડી સાંજે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. મહેન્દ્ર મંદુરીયાની હત્યા પરિવારના નજીકના સભ્યે કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બનાવની જાણ થતા જ પીએસઆઈ વી.એન.ચૌધરી પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હત્યારાને ઝડપી પાડવા માટે કવાયત તેજ કરી દીધી હતી. લીંબડી અને ચુડા તાલુકામાં છેલ્લા 10 દિવસમાં હત્યાનો આ ત્રીજો બનાવ બનતાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...