તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વીડિયો વાયરલ:ચુડાની ભરબજારમાં યુવકને માર મારતો વીડિયો ફરતો થયો

લીંબડી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિથી રોષ
 • પટેલ યુવાન હુમલા અને લૂંટની ફરિયાદ નોંધાવા 4 દિવસથી પોલીસ કચેરીમાં ધક્કા ખાય છે છતાં ફરિયાદ નોંધાતી નથી!

ચુડા શહેરના જૂના બસસ્ટેન્ડ રોડ પર યુવકને માર મારતો વિડીયો ફરતો થયો છે. વિડીયોમાં માર મારનારો શખ્સ યુવકને ભરબજારમાં અપશબ્દો બોલી તેને પોલીસનો કશો ડર ન હોવાનું પણ કહી રહ્યો છે. ચુડામાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિને લઈને લોકોમાં પોલીસ સામે રોષ ભરાયો છે.

ચુડામાં રહેતા હરેશ મીઠાપરાને બાઈક ઓવરટેક કરવા બાબતે તા.20 માર્ચે જગદીશ લકુમ, ભાવેશ વાઘેલા, પ્રકાશ લકુમ સહિત 3 અજાણ્યા શખ્સોએ માર માર્યો હતો. ઘાયલ હરેશએ જણાવ્યું હતું કે હુમલાખોરોએ તેને મારી ગળામાં પહેરેલો ખોટો ચેન અને રૂ.20,000 લૂંટી લીધાં હતા.

હરેશ પટેલ સમાજના 60થી 70 લોકો સાથે બે દિવસ ચુડા પોલીસ મથકે હુમલાખોરો વિરુદ્ધ ગુનો દાખલ કરાવવા ગયા હતા. પરંતુ પોલીસે તેની ફરિયાદ લેવાની તસ્દી લીધી નહોતી. ચુડા પોલીસે ફરિયાદ નહીં લેતાં તા.22 માર્ચે હરેશ સમાજના લોકો સાથે SP કચેરી પણ ગયો હતો. છતાં તેની ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.

તા.24 માર્ચે હરેશે ચુડા PSOને લેખિત રજૂઆત કરી હુમલાખોર વિરુદ્ધ ફરિયાદ નોંધવા ગુહાર લગાવી હતી. હુમલાના બનાવને 5 દિવસ વીતી ગયા, ભોગ બનનાર યુવક પોલીસ કચેરીઓમાં ધક્કા ખાઈ રહ્યો હોવા છતાં હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ દાખલ નહીં થતાં લોકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ ડગી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો