તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:લીંબડી હાઈવેની હોટલમાંથી ચોરેલો ડિઝલનો જથ્થો જપ્ત

લીંબડી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પકડાયેલ આરોપી - Divya Bhaskar
પકડાયેલ આરોપી
 • 6 હજારથી વધુના મુદ્દામાલ સાથે 1 ઝબ્બે, જાખણના પાટિયા પાસેથી આરોપીને પકડ્યો

લીંબડી નેશનલ હાઈવે પરની હોટલમાં છળકપટ કે ચોરી કરી મેળવેલો ડીઝલનો જથ્થો સ્થાનિક પોલીસે ઝડપી પાડયો હતો. 6 હજારથી વધુનો મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લા કે અન્ય હાઈવે પર પેટ્રોલીયમ પેદાશોની થયેલી ચોરી કે છળકપટથી કરી ભેગો કરેલો મુદ્દામાલ ડીટેકટ કરવાની જિલ્લા પોલીસ વડાની સુચનાને ધ્યાનમાં રાખીને ડીવાયએસપી સી.પી.મુંધવાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.કે.ઈશરાણી, નંદલાલ સાપરા સહિત પોલીસ ટીમ દ્વારા લીંબડી હાઈવે પર પેટ્રોલીંગની કામગીરી હાથ ધરી હતી.

જાખણ ગામના બોર્ડ નજીક શિવકૃપા હોટલ ચલાવનાર રાજસ્થાની પુરણ લક્ષ્મણસીંગ રાજપૂત ચોરી કે છળકપટથી મેળવેલો ડીઝલનો વેપાર કરતો હોવાની વિગતો સામે આવી હતી. પોલીસ ટીમે શિવકૃપા હોટલમાં દરોડો પાડી 200 લીટરના 4બેરલ જેમાં 1 બેરલમાં 105 લીટર ડીઝલ કિં.રૂ.5,250 તથા ખાલી બેરલો, તેલના ડબ્બા, પાનુ, કરવાર, પ્લાસ્ટિકની પાઈપ સહિત 6,170 રૂપિયાનો મુદ્દામાલ સાથે આરોપી પુરણ રાજપૂતને ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો