તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લીંબડી પંથકમાં કારના સાયલન્સર અને સેન્સર ચોરી કરતી ગેંગ સક્રીય થતા ચકચાર મચી જવા પામ્યો છે. લીંબડીમાં જ 8 કારમાં ચોરીની ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘર બહાર કે રોડ ઉપર વાહન પાર્ક કરતા લોકોમાં ચોરીના બનાવના સમાચારથી ફફડાટ ફેલાયો છે. લીંબડી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કારના સાયલન્સર અને સેન્સર ચોરી કરતી ટોળકી સક્રીય થઈ હોવાની રાવ ઉઠી રહી છે. આઠ દિવસમાં લીંબડી શહેરના અલગ અલગ વિસ્તારોમાં 8 ઈક્કો કારના સાયલન્સર અને સેન્સર ચોરી થયા હોવાની વિગત સામે આવી રહી છે.
કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા પ્રદિપભાઈ સોલંકી અને લીંબડી પોલીસ લાઈન બહાર પાર્ક કરેલી હર્ષદભાઈ સુમેરાની ઈક્કો કારના સાયલન્સર અને સેન્સર ચોરી થઈ હતી. લીંબડી સંઘવી શેરી અને નેશનલ હાઈવે ઉપર પાર્ક કરેલી 6 ઈક્કો કારના સાયલન્સર અને સેન્સરની ઉઠાંતરી થઈ હોવાનું જાણવા મળ્યું છે. ઘરની બહાર કે રોડ પર વાહન પાર્ક કરતા વાહનચાલકોમાં વધી રહેલા ચોરીના બનાવોના સમાચારથી ફફડાટ ફેલાયો છે. PCR અને પોલીસ પેટ્રોલીંગ વધારવા લોક માંગ ઊઠી રહી છે.
શહેરમાં ઈકો કારને જ ટાર્ગેટ બનાવવામાં આવી રહી છે
કારના સાયલન્સર અને સેન્સરની કિંમત અંદાજે 35થી 70 હજાર જેટલી હોય છે. સાયલન્સરમાં Platinum, Palladium and Rhodium મેટલનો ઉપયોગ કરવામાં આવે છે. સાયલન્સરમાં બનતો પાવડર ઈન્ડસ્ટ્રીઝ, સોની કામમાં ઉપયોગ કરવામાં આવે છે. આ પાવડર માર્કેટમાં ઊંચી કિંમતે વહેંચાઈ રહ્યો છે.
નવું સાઇલન્સર કાઢી જૂનું ફિટ કરી દે છે
લીંબડી હાઈવે પર રહેલા 5થી 6 કાર સર્વિસ સ્ટેશનના માલિકોએજણાવ્યું હતું કે ઈક્કો કારના સાયલન્સર ફક્ત 4 બોલ્ટ પર ટેકવી દીધેલું હોવાથી કાઢવું સરળ છે. ઘણી કારમાં ચોર ટોળકી સાયલન્સરમાંથી કિંમતી મેટલ કાઢી જૂનું સાયલન્સર ફીટ કરી દે છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.