આગની ઘટના:લીંબડીના દિગ્વિજયસિંહ બાગમાં રાત્રે આગ લાગી

લીંબડી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફાયર બ્રિગેડ ટીમે 2 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

લીંબડી દિગ્વીજયસિંહ બાગમાં રાત્રે આગ લાગતાં આજુબાજુના વિસ્તારોમાં રહેતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આગને કારણે નાના છોડ અને થોડા વૃક્ષો બળી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમે 2 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

લીંબડી દિગ્વીજયસિંહ બાગમાં રાત્રે 10 વાગ્યે આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી. આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા બગીચાની આજુબાજુના વિસ્તારોમાં રહેતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ઘટના અંગે જાણ થતાં લીંબડી પાલિકા પ્રમુખ બેલાબેન વ્યાસ, રઘુભાઈ પટેલ, મહેશભાઈ ભરવાડ ફાયર બ્રિગેડની ટીમને લઈ દિગ્વીજયસિંહ બાગે દોડી આવ્યા હતા.

આગ એટલી ભીષણ બની ગઈ હતી કે તેને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડના જવાનોને 2 કલાકની જહેમત ઉઠાવી પડી હતી. સમયસર આગ કાબુમાં આવી જતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આગને કારણે બગીચામાં નાના છોડ અને થોડા વૃક્ષો બળી ગયા હતા. આગ કાબુમાં આવી જતાં જાનમાલની નુકસાની બચી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...