તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય:પશુપાલકને પગભર બનાવવા 90 હજારનો ચેક અર્પણ કરાયો

લીંબડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રામરાજપરના માલધારીને ચેક અર્પણ. - Divya Bhaskar
રામરાજપરના માલધારીને ચેક અર્પણ.

લીંબડી તાલુકાના રામરાજપર ગામે તા.12 જૂને મોડી રાત્રે ભારે પવન અને વીજળી સાથે વરસાદ તૂટી પડ્યો હતો. રામરાજપર ગામે સેલાભાઈ વિઠ્ઠલભાઈ ભરવાડની ગાયો પર વીજળી પડતાં 6 ગૌવંશ મોતને ભેટી હતી. આજીવિકાનો એકમાત્ર વિકલ્પ ગાયોના મોતથી માલધારી પરિવાર પર વજ્રઘાત સમાન બની ગયો હતો. અસહાય માલધારી પરિવારે સરકાર, ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ પાસે મદદની ગુહાર લગાવી હતી.

લીંબડી-ચુડા-સાયલા મતવિસ્તારના ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ બનાવ સંદર્ભે માલધારી પરિવારની મદદ માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી. રાજ્ય સરકાર દ્વારા 11 દિવસોમાં પશુ પાલકને આર્થિક સહાયને મંજૂરી આપી દીધી હતી. પશુપાલકને ફરી એકવાર પગભર બનાવવા ધારાસભ્ય કિરિટસિંહ રાણા અને જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણાના હસ્તે સેલાભાઈ ભરવાડને 90,000 રૂપિયાનો ચેક અર્પણ કરા હતો. આ પ્રસંગે લીંબડી તાલુકા પંચાયતના પ્રમુખ કૃષ્ણસિંહ રાણા, ચતુરભાઇ પટેલ, સંજયભાઈ અમદાવાદીયા સહિતના હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...