તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:લીંબડીના બોડીયા ગામેથી દારૂની 95 બોટલો ઝડપાઇ

લીંબડી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રૂ. 28 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો, 2 બુટલેગરો સામે કાર્યવાહી હાથ ધરાઇ

લીંબડી તાલુકાના બોડીયા ગામના વાડામાંથી અંગ્રેજી દારૂની 95 બોટલો મળી આવી હતી. લીંબડી પોલીસે 28 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી દારૂનું વેચાણ કરતા 2 બુટલેગરો સામે ફરિયાદ નોંધી હતી.સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ જુગારની બદી નાબુદ કરવાની જિલ્લા પોલીસ વડાની સુચનાને ધ્યાનમાં રાખી DYSP સી.પી.મુંધવાના માર્ગદર્શન હેઠળ લીંબડી પીએસઆઈ એન.એચ.સોલંકી, એમ.કે.ઈશરાણી, નંદલાલ સાપરા સહિત પોલીસ ટીમ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગની કામગીરી હાથ ધરી હતી. ત્યારે બોડીયા ગામના મહેન્દ્રસિંહ ભીખુભા ઝાલા અને જયપાલસિંહ ઘનશ્યામસિંહ ઝાલા રાજપૂત સમાજની વાડી પાસે વોકળાને નજીક આવેલા વાડામાં ઈંગ્લીશ દારૂ છૂપાવી વેચાણ કરતા હોવાની બાતમી મળી હતી. પોલીસ ટીમે બાતમીના સ્થળે દરોડો પાડયો ત્યારે ત્યાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 95 બોટલો મળી આવી હતી. 28,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી બન્ને બુટલેગરો સામે ફરિયાદ નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો