તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:600 કિલોની તિજોરી 200 ફૂટ ઢસડી 17 લાખ ચોર્યા, ટાયરના સહારે તિજોરી ખેંચી

લીંબડીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ લીંબડી હાઇવે પર આવેલા ગેરેજમાં થયેલી ચોરીને પગલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. - Divya Bhaskar
{ લીંબડી હાઇવે પર આવેલા ગેરેજમાં થયેલી ચોરીને પગલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો.
  • બુધવારની રાત્રે લીંબડી હાઈવે પરના પાર્થ ઓટો મોબાઈલ ગેરેજમાં ચોર ટોળકી ત્રાટકી
  • સિક્યુરિટી ગાર્ડે સવારે ગેરજ માલિકને જાણ કરી, પોલીસ અને FSL ટીમ આવી
  • ચકચાર: ગેરેજથી 9 ફૂટ ઊંચાઈએ આવેલી સીઓની ચેમ્બરમાં રાખેલી તિજોરીને ઉઠાવી પાછળ ખેતરમાં લઇ ગયા

લીંબડી હાઈવે સર્કલ નજીક આવેલા પાર્થ ઓટો મોબાઈલ ગેરેજમાંથી તસ્કરો 600 કિલોની તિજોરી તોડીને રૂ.17 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની ઘટનાને પગલે એલસીબી અને સ્થાનિક પોલીસે ડોગ સ્કોડ અને ફિંગર પ્રિન્ટ મેળવી તપાસ આરંભી હતી.

ખેતરમાં લઈ જઈ આશન પટ્ટો નાંખી ઘણના ઘા ઝીંકી તિજોરી તોડી અંદર રાખેલા 17 લાખ રૂપિયાની ચોરી કરી
લીંબડી નેશનલ હાઈવે સર્કલ નજીક આવેલા પાર્થ ઓટો મોબાઈલ ગેરેજમાં બુધવાર રાત્રીના સમય તસ્કરો પાછળ શટર તોડી પ્રવેશ્યા હતાં. ગેરેજથી 9 ફૂટ ઊંચાઈએ આવેલી સીઓની ચેમ્બરમાં રાખેલી 30 મણની તિજોરીને ટાયર ઉપર નાંખી ઓફિસથી નીચે ઉતરી હતી. ત્યાંથી કાર રિપેરીંગ માટે વપરાતા જેક ઉપર મૂકી 200 ફૂટ ઢસડી ગેરેજ બહાર કાઢી હતી. બાદ નજીક ખેતરમાં લઈ જઈ આશન પટ્ટો નાંખી ઘણના ઘા ઝીંકી તિજોરી તોડી અંદર રાખેલા 17 લાખ રૂપિયાની ચોરી કરી તસ્કરોની ગેંગ ફરાર થઈ ગઈ હતી. સવારે સીક્યુરીટી ગાર્ડે ગેરેજના માલિક શૈલેષભાઈ ચૌહાણને ઘટનાની જાણ કરી હતી. ચોરી વિશે જાણ થતા પીએસઆઈ એસ.એસ.વરૂ, એલસીબી પીઆઈ ડી.એમ.ઢોલ સહિત પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

પગાર અને પ્લોટની ખરીદી માટે પૈસા રાખ્યા હતા
ગત માસની મોટાભાગની કેસ અમે તિજોરીમાં રાખી હતી. કોરોનાના હિસાબે બેંકમાં ઓછા જઈએ છીએ. 6 તારીખે કારીગરોનો પગાર અને એક પ્લોટ રાખ્યો હતો તેનો દસ્તાવેજ કરવાનો હતો. એની એક રાત પહેલા ઘટના બની ગઈ અમને પોલીસ ટીમ પર પુરો ભરોસો છે કે તેઓ અમારા પરસેવાની કમાણી પાછી લાવી આપશે. - શૈલેષભાઈ ચૌહાણ, પાર્થ ઓટો મોબાઈલના સીઓ

જાણભેદુ હોવાની શક્યતા નહિવત્, FSL કડીરૂપ
4થી વધુ અને રીઢા ચોર હોવાનું લાગી રહ્યું છે. નેશનલ હાઈવે ઉપરના દુકાનોના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. એફએસએલ રિપોર્ટ પરથી કાડી મળવાની શક્યતા છે. પજાણભેદુ હોવાની શક્યતા સામે આવતી નથી. - એેસ.એસ.વરૂ, લીંબડી પીએસઆઇ

અન્ય સમાચારો પણ છે...