તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:લીંબડી, રાણાગઢ, નાની-મોટી કઠેચીમાં સમજાવટથી 578 લોકોને રસી અપાઈ, ગામડાંમાં હજી પણ રસી પ્રત્યે લોકોમાં ઉદાસીનતા

લીંબડી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
વેક્સિનેશન વધારવા સરકારી તંત્ર રાતે મેદાનમાં ઉતર્યું હતુ. - Divya Bhaskar
વેક્સિનેશન વધારવા સરકારી તંત્ર રાતે મેદાનમાં ઉતર્યું હતુ.
  • વેક્સિનેશન વધારવા ડે.કલેક્ટર, મામલતદાર, THO લોકોમાં જાગૃતિ લાવવા બેઠકો કરી

લીંબડી શહેરના તળાવ અને સૈયદ મહોલ્લા તથા તાલુકાના રાણાગઢ, નાની-મોટી કઠેચી ગામોના લોકો કોવીડ-19ની રસી લેવામાં નિરસતા દાખવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. રાણાગઢ, નાની-મોટી કઠેચી ગામોમાં 50 ટકા જેટલું રસીકરણ બાકી છે. આ વિસ્તારના લોકોના મનમાં વેક્સિન બાબતે કોઈને કોઈ પ્રકારનો ડર કે અજ્ઞાનતા હોય તેવું લાગી રહ્યું છે.

લીંબડી તાલુકાના રાણાગઢ, નાની-મોટી કઠેચી ગામના પછાત પઢાર અને મુસ્લિમ લોકોમાં વેક્સિનેશનને વેગવંતું બનાવવા માટે ડે.કલેક્ટર હર્ષવર્ધનસિંહ સોલંકી, મામલતદાર આર.એલ.ચૌહાણ, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.જૈમિન ઠાકર સહિત આરોગ્ય ટીમ મેદાનમાં ઉતારી હતી. લીંબડી શહેરના તળાવ અને સૈયદ મહોલ્લા, નાની-મોટી કઠેચી ગામના મુસ્લિમ સમાજ, રાણાગઢ ગામના પઢાર સમાજના આગેવાનો સાથે રાત્રી સભા યોજી રસીકરણને લઈ લોકોના મનમાં ગેર માન્યતા, ડરને દૂર કરવા પ્રયત્ન કર્યો હતો. વેક્સિન લેવા લોકોને સમજાવ્યા હતા.

પ્રાંત અધિકારી એચ.એમ.સોલંકી, મામલતદાર આર.એલ.ચૌહાણ, THO ડૉ.જૈમિન ઠાકરના પ્રયાસો સફળ રહ્યા હતા. લીંબડીના તળાવ અને સૈયદ મહોલ્લામાં 336, રાણાગઢમાં 124, નાની કઠેચીમાં 92 અને મોટી કઠેચીમાં 26 લોકોએ વેક્સિન લીધી હતી. દિવસ અને રાતમાં 578 લોકોએ રસી મુકાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં શુક્રવારે 69 કેન્દ્રો પર 8825 લોકોએ રસી લીધી
સુરેન્દ્રનગર જિલ્લામાં શુક્રવારે 69 કેન્દ્રો પર 8825 લોકોએ રસી લીધી હતી. જેના કારણે જિલ્લામાં 8,43,036 પ્રથમ તેમજ 1,75,128 રસીના બીજા ડોઝ સાથે કુલ 10,18,164 લોકોનું રસીકરણ થયુ હતુ. સુરેન્દ્રનગર જિલ્લામાં રસીકરણ મહાઅભિયાનમાં જિલ્લાના 12,73,886 લોકોને રસી દેવાની છે. ત્યારે તા. 16 જાન્યુઆરીથી શરૂ થયેલા રસીકરણથી લઇને અત્યાર સુધીમાં કુલ 10,18,164 લોકોએ રસી મૂકાવી હતી. જેમાં 8,43,036 લોકો પ્રથમ ડોઝ અને 1,75,128 લોકોએ બીજા ડોઝ લીધો હતો. આ રસીકરણમાં 5,33,088 પુરૂષો તેમજ 4,84,912 મહિલાઓએ લાભ લીધો હતો. જ્યારે 18-44ની વયના 5,13,118, 45-60ની ઉંમરના 3,00,208 અને 60થી ઉપરની વયના 2,04,838 લોકોએ રસી મૂકાવી હતી. આ રસીકરણમાં 8,89,651 કોવિશિલ્ડની તેમજ 1,28,513 કોવેક્સિનની રસીનો ઉપયોગ કરાયો હતો. જિલ્લામાં તા. 27 ઓગસ્ટને શુક્રવારે 69 કેન્દ્રો પર શરૂ થયેલા રસીકરણમાં સવારના 9 થી લઇને સાંજના 7 કલાક સુધીમાં 8825 લોકોએ રસી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...