દારૂ જપ્ત:લીંબડીના રાસકા-રઈ ગામ વચ્ચેથી 374 બોટલ દારૂ ઝડપાયો

લીંબડી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 1.38 લાખના મુદ્દામાલ જપ્ત, 2 સામે ફરિયાદ

લીંબડી તાલુકાના રાસકા-રઈ ગામો વચ્ચેથી 374 બોટલ દારૂ ઝડપાયો હતો. સ્થાનિક પોલીસે 1.38 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી દારૂની હેરાફેરી કરતા 2 શખસ વિરૂધ્ધ ફરિયાદ નોંધી હતી.

લીંબડી તાલુકાના રાસકાથી રઈ ગામ તરફ જતા કાચા માર્ગ પર રાસકા ગામના નવઘણ બુટાભાઈ ભરવાડ અને લીંબડી GIDCમાં રહેતા આકાશ ગીધાભાઈ મકવાણાએ અંગ્રેજી દારૂ સંતાડયો હોવાની બાતમી મળી હતી. લીંબડી પીએસઆઈ વી.એન.ચૌધરી સહિત પોલીસ ટીમે બાતમીના સ્થળે દરોડો પાડતા 336 ઈંગ્લીશ દારૂની બોટલો તથા 38 નંગ દારૂના ચપલા ઝડપી મળી આવ્યા હતા. બન્ને શખસ સ્થળ પર હાજર નહોતા. દરોડામાં દિગ્પાલસિંહ સરવૈયા, રવિરાજસિંહ રાણા, પી.એમ.ધાંધલ સહિતના રોકાયા હતા.

અન્ય સમાચારો પણ છે...