તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાકાર્ય:4 વર્ષમાં 300 સભ્ય જોડાયા, માનવસેવા અને અબોલ જીવ માટે રૂ. 75 લાખ વાપર્યા

લીંબડી3 મહિનો પહેલાલેખક: પૃથ્વીરાજસિંહ ઝાલા
  • કૉપી લિંક
મંદબુદ્ધિના લોકોને ભોજન, પશુઓને ખોળ તથા ઘાસચારો ખવડાવ્યો હતો. - Divya Bhaskar
મંદબુદ્ધિના લોકોને ભોજન, પશુઓને ખોળ તથા ઘાસચારો ખવડાવ્યો હતો.
  • 9 મિત્રે 2017માં રૂ. 1-1 હજાર રોકી ગુરુકૃપા ફાઉન્ડેશન સંસ્થા શરૂ કરી
  • રવિવારે લીંબડી, સાયલા, ચોટીલા, લક્ષ્મીસર પાંજરાપોળના પશુઓને ઘાસચારો પૂરો પાડ્યો, રાજ્યની 350 પાંજરાપોળમાં ઘાસચારાનું દાન

અમદાવાદના ગૌરાંગ મહેતા 4 વર્ષ પહેલા પોતાનું ગુરુ આચાર્ય ભગવંત ભાવચંન્દ્રસ્વામીના જન્મદિવસ નિમિત્તે 8 ભાઈબંધ સાથે વિરમગામ પાંજરાપોળ ગયા હતા. નવેય મિત્રોએ રૂ.1-1 હજાર કાઢી પશુઓને ઘાસચારો ખવડાવ્યો હતો. ત્યાં તેમને સેવાભાવી વિચાર આવ્યો કે એક ફાઉન્ડેશન બનાવીએ જેમાં દર માસે રૂ.1-1 હજાર ભેગા કરી અબોલ જીવને ખોરાક આપીએ. ગુરુના જન્મદિવસે આવેલા શુભ વિચારને વધાવી ડિસેમ્બર-2017માં ગુરુકૃપા ફાઉન્ડેશન નામની સંસ્થા શરૂ કરી હતી. ધીરે-ધીરે ગુરુકૃપા ફાઉન્ડેશનમાં સભ્ય સંખ્યા વધતી ગઈ.

સંસ્થામાં જોડાયેલા મોટાભાગના સભ્યોનો એક કોમન વિચાર છે કે જેમ જીવનમાં પૈસા કમાવવા જરૂર છે તેમ પૂણ્ય કમાવવા પણ જરૂર છે. 9 સભ્ય અને રૂ.9 હજારથી શરૂ થયેલી ગુરુકૃપા ફાઉન્ડેશનમાં હાલ 300 સભ્ય છે. દર મહિને અબોલ પ્રાણીઓ માટે રૂ.3 લાખ જેટલું દાન આવે છે.

મહિનાના દર શનિ અને રવિવારે ગુરુકૃપા ફાઉન્ડેશનના ચેરમેન ગૌરાંગ મહેતા, ઉપપ્રમુખ સંજય શાહ, ભાવેશ જોધાણી, વિશાલ જોધાણી, નિતીન મહેતા સહિતના સભ્યો સ્વખર્ચે અલગ-અલગ જિલ્લા-તાલુકાના પાંજરાપોળમાં જઈ પશુઓને ઘાસચારો, ખોળ સહિતની નિરણ નાંખી સેવા કરી રહ્યા છે. 4 વર્ષમાં ગુરુકૃપા ફાઉન્ડેશન દ્વારા કચ્છ, વલસાડ, નવસારી, સાસણગીર સહિતના જિલ્લા-તાલુકાના 350 જેટલા પાંજરાપોળમાં અબોલ જીવોને પોતાના હાથે ખોરાક ખવડાવી ચૂક્યા છે.

શનિવારે બગોદરા મંદબુદ્ધિના આશ્રમમાં જઈ 250થી વધુ લોકોને ભોજન કરાવ્યું હતું. રવિવારે લીંબડી, સાયલા, ચોટીલા અને લક્ષ્મીસર પાંજરાપોળના પશુઓને રૂ.1.86 લાખનો ખોળ, ઘાસચારો પૂરો પાડ્યો હતો. અબોલ જીવમાં પ્રભુનો વાસ માની માનવસેવા એજ પ્રભુ સેવા એમ સમજી ગુરુકૃપા ફાઉન્ડેશન સંસ્થા સેવાકાર્ય કરી રહી છે.

કોરોનામાં 7 હજાર લોકોને ઘરે જઈ ટિફિન પહોંચાડ્યાં હતા
અમારી સંસ્થામાં જોડાયેલા કોઈ સભ્યનો જન્મદિવસ, લગ્નતિથિ હોય તો અમને માનવસેવા માટે પૈસા આપે છે. કોરોના કાળમાં અમે અમદાવાદમાં 7 હજાર લોકોને ઘરે-ઘરે જઈને ટિફિન પહોંચાડ્યાં હતા. અમારી સંસ્થા દ્વારા પાણીની પરબો, બ્લડ ડોનેશન કેમ્પ સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. > ગૌરાંગ મહેતા, પ્રમુખ, ગુરુકૃપા ફાઉન્ડેશન

અન્ય સમાચારો પણ છે...