તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:જસમતપર પાસે જુગાર રમતા રળોલના 2 ઝબ્બે

લીંબડી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત, ભાગી છૂટેલા 5ને પકડવા તજવીજ શરૂ

લીંબડી તાલુકાના જસમતપર ગામની સીમમાં જુગાર રમતા રળોલ ગામના સાત જુગારીઓનો પાણશીણા પોલીસે ઝડપી પાડ્યા હતા. જુગારીઓ પાસેથી 10 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ-જુગારની બદી નાબુદ કરવાની જિલ્લા પોલીસ વડાની સુચનાને ધ્યાનમાં રાખીને ડીવાયએસપી સી.પી.મુંધવાના માર્ગદર્શન હેઠળ પાણશીણા પીએસઆઈ આર.જે.જાડેજા અને પોલીસ ટીમ દ્વારા પાણશીણા પોલીસ સ્ટેશનના તાબા નીચે આવતા ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગની કામગીરી હાથ ધરી હતી.

ત્યારે લીંબડી તાલુકાના જસમતપર ગામની સીમમાં તીન પત્તીનો જુગાર રમતા હારૂન અમીરભાઈ ઢોળીતર, સલીમ હમીરશા દીવાનને 10,200 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પરંતુ હુસેન ઈસબભાઈ ટીંબલીયા, કાદર સંઘરીયાત, અભરામ વારૈયા, સિકંદર વારૈયા, સલીમ સંઘરીયાત તમામ રહે. રળોલ ભાગી છૂટ્યા હતા. સાતેય જુગારીયા વિરુદ્ધ પાણશીણા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો