તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ભોજપરા-બાજરડા પાસેથી 2 ડફેર શિકારી ઝડપાયા

લીંબડી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
શિકાર કરવા નીકળેલા 2 ડફેરને પાણશીણા પોલીસે ઝડપી લીધા હતા. - Divya Bhaskar
શિકાર કરવા નીકળેલા 2 ડફેરને પાણશીણા પોલીસે ઝડપી લીધા હતા.
  • મઝરલોડ બંદૂક અને છરા જપ્ત કરાયા

લીંબડી તાલુકાના ભોજપરા અને ધંધુકા તાલુકાના બાજરડા ગામની સીમમાં ગેરકાયદેસર હથિયાર ધારણ કરી શિકાર કરવા નીકળેલા 2 ડફેરને પાણશીણા પોલીસે ઝડપી લીધા હતા. બન્ને શિકારી પાસેથી મઝરલોડ બંદૂક, છરા સહિતનો મુદ્દામાલ કબજે કરાયો હતો.જિલ્લા પોલીસ વડાની સુચના ડીવાયએસપી સી.પી.મુંધવાના માર્ગદર્શન હેઠળ પાણશીણા પીએસઆઈ આર.જે.જાડેજા અને પોલીસ ટીમ પેટ્રોલીંગની કામગીરી હાથ ધરી હતી. લીંબડી તાલુકાના ભોજપરા અને ધંધુકા તાલુકાના બાજરડા ગામની સીમમાં હથિયાર સાથે 2 ડફેર શિકાર કરવા નીકળ્યાં હોવાની બાતમી મળી હતી.

જેથી દાઉદ અહેમદભાઈ મોરી ઉર્ફે ડફેર અને હબીબ અહેમદભાઈ મોરી ઉર્ફે ડફેરને કોર્ડન કરી પકડી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી 1 દેશી હાથ બનાવટની સિંગલ બેરલ મઝરલોડ બંદૂક, લોખંડના 8-નંગ છરા, બંદૂકમાં વપરાતો દારૂ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દાઉદ ડફેર અને હબીબ ડફેર બન્ને ગત તા.25 ઓક્ટોબરે રળોલની સીમમાં નીલ ગાયનો શિકાર કરી પોલીસને જોઈ ભાગી ગયા હોવાની હકીકત સામે આવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો