મુસાફરોને હાલાકી:શિયાણી પાસેનું નાળું ધરાશાઈ થતાં લીંબડી-લખતરનાં 18 ગામ પ્રભાવિત

લીંબડી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
શિયાણી પાસેનું નાળું બેસી જતાં 18 ગામના લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. - Divya Bhaskar
શિયાણી પાસેનું નાળું બેસી જતાં 18 ગામના લોકોને હાલાકી વેઠવી પડી રહી છે.
  • મોટા વાહનોની અવરજવર બંધ થતાં મુસાફરોને હાલાકી

લીંબડી તાલુકાના શિયાણી ગામ નજીક નાળું ધરાશાઈ થઈ ગયું છે. જેના કારણે લીંબડી અને લખતર તાલુકાના 18 ગામ પ્રભાવિત બન્યા છે. મોટા વાહનોની અવરજવર બંધ થતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તૂટેલા નાળાનું મરામત કામ તાત્કાલિક હાથ ધરાઈ તેવી માંગ ઉઠી છે. લીંબડી તાલુકાના શિયાણી ગામ પાસે છેલ્લા કેટલાય વર્ષોથી બિસ્માર નાળું એકાએક ધરાશાઈ થતા નાસભાગ મચી ગઈ હતી. સદનસીબે જાન-માલને નુકસાન પહોંચ્યું નહોતું પરંતુ નાળું બેસી જવાને કારણે લીંબડી-લખતર તાલુકાના 18 ગામો પ્રભાવિત બન્યા હતા.

મોટા વાહનોની અવરજવર બંધ થતાં તાવી, લક્ષ્મીસર, તલસાણા, ફુલવાડી, રોજાસર, રાણાગઢ, નાની-મોટી કઠેચી, ભગવાનપર, ગડથલ સહિત ગામોના લોકોનો લીંબડી સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ખેડૂતોના કપાસ લે-વહેંચનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે મોટા વાહનોની અવરજવર બંધ થતા ખરીદી ઉપર તેની માઠી અસર પડી છે.

6 મહિના પહેલાં રોડ બન્યો પણ 35 વર્ષ જૂનું નાળું ના બનાવ્યું
લીંબડીથી તાવી સુધીનો ડામર રોડ 6 મહિના પહેલા બન્યો હતો. અમે ગ્રામજનોએ આ 35 વર્ષ જૂનું અતિ બિસ્માર નાળું બનાવવા કોન્ટ્રાક્ટરને કહ્યું પણ હતું પરંતુ તેઓએ અમારી વાત માની નહીં.કોન્ટ્રાક્ટરે કરેલી ભુલ 18 ગામના લોકોને વેઠવાનો વારો આવ્યો છે. - જીતેન્દ્રસિંહ ઝાલા. શિયાણી

અન્ય સમાચારો પણ છે...