તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:જિલ્લામાં વધુ 14 કેસ, આજે લીંબડી શહેર બંધ, લીંબડીમાં આજે 8 સ્થળે રસી અપાશે

લીંબડી11 દિવસ પહેલા
 • કૉપી લિંક
રસીકરણ વખતે આરોગ્યની 10 ટીમ કાર્યરત રહેશે, દર 2 કલાકે સુપરવિઝન - Divya Bhaskar
રસીકરણ વખતે આરોગ્યની 10 ટીમ કાર્યરત રહેશે, દર 2 કલાકે સુપરવિઝન
 • વેપારી એસોસિયેશનોનો 1000થી વધુ રસીકરણ થવાનો આશાવાદ

લીંબડી શહેરમાં વધતા કોરોનાને કેસોને રોકવા આજે ધંધા-રોજગાર બંધ કરી રસીકરણ અભિયાનમાં જોડાવાનો નિર્ણય વેપારી એસોસીએશનોએ લીધો છે.બેકાબુ બનેલા કોરોનાને કાબુમાં લેવા શહેરના 8 સ્થળો ઉપર સવારે 9:30થી સાંજે 5 વાગ્યા સુધી 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને કોવીડ-19 રસી નિ:શુલ્ક આપવામાં આવશે. તા.16 જાન્યુઆરીએ વેક્સિનેશનની શરૂઆત થઈ ત્યારથી આ લખાય છે ત્યાં સુધી લીંબડી શહેરમાં 3600, ગ્રામ્યમાં 5300 અને 2000 ફરન્ટલાઈન કોરોના વોરિયર્સ મળી 10,800 લોકોએ કોવીડ-19 રસી લઈ ચૂક્યા છે.

બે-ચાર અપવાદને બાદ કરતાં રસી લીધેલાં મોટાભાગના લોકોએ વેક્સિન સુરક્ષિત હોવાનો મત રજૂ કર્યો છે.લીંબડી શહેરના ઉદ્યોગપતિ બાબુભાઈ જીનવાળા,જાફરભાઈ કોઠીયા, મુકેશભાઈ શેઠ, દેવાભાઈ સોની શંકરભાઈ દલવાડી, રવીલાલ શાહ, દલસુખભાઈ ચૌહાણ સહિત વેપારી એસોસીએશનોના પ્રમુખોએ આજે લીંબડી શહેરમાં 1000થી વધુ લોકોને વેક્સિનેશન આપવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે. સાથે જ વેપાર-ધંધા સાથે જોડાયેલા 45 વર્ષથી વધુના દરેક વેપારી પરિવારજનો સાથે રસી મૂકાવી કોરોનાને હરાવવાનાં અભિયાનમાં જોડાશે તેવી આશા વ્યક્ત કરી છે.

ભારતીય રસી કોરોના સામે ફોલાદી બખ્તર
મેં થોડા દિવસ પહેલાં કોરોનાનો ડોઝ લીધો છે. કોવીડ-19 રસી લીધાં પછી શરીરમાં એન્ટીબોડી કાઉન્ટ વધે છે. જે કોરોના સામે લડવામાં ખુબ મદદરૂપ થાય છે. રસી વિશેની ભ્રામક વાતોમાં ભરમાશો નહીં.ભારતીય રસી ભરપુર એન્ટીબોડી તૈયાર કરી કોરોના સામે ફોલાદી બખ્તરનું કામ કરે છે. > કિરીટસિંહ રાણા. ધારાસભ્ય. લીંબડી

1000થી વધુ રસીની જરૂર પડશે તો અમે પુરી પાડીશું
શહેરના 8 સ્થળો ઉપર આરોગ્યની 10 ટીમ કાર્યરત રહેશે. દરેક સેન્ટર પર 3 કર્મી રહેશે. 40 આરોગ્ય કર્મી વેક્સિનેશન કાર્યક્રમમાં સેવા આપશે. દર બે કલાકે દરેક સ્થળે સુપરવિઝન કરવામાં આવશે. રસી લીધાં પછી વ્યક્તિને અડધી કલાક ઓબ્જર્વેસનમાં રખાશે.વેપારીઓનું 1000 રસીનું લક્ષ્યાંક છે. વધુ વેક્સિનની જરૂર પડશે તો પણ આરોગ્ય વિભાગ દ્વારા પુરી પાડવામાં આવશે. - ડૉ.જૈમિન ઠાકર. તાલુકા હેલ્થ ઓફિસર. લીંબડી

આ 8 સ્થળે સવારે 9.30થી 5 સુધી કોરોનાની રસી અપાશે
મુળજી પનજી વાડી
સરદાર પટેલ ભવન
ગ્રીનચોક
આઝાદ ચોક
રેલવે સ્ટેશન રોડ પરના સ્વામીનારાયણ મંદિર
સતવારા સમાજની વાડી
મહાલક્ષ્મી ચોક
યોગી મેડીકલ સ્ટોર, બસસ્ટેન્ડ સામે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો