અકસ્માત:લીંબડી હાઈવે પર કાર ડિવાઈડર સાથે અથડાતાં 1નું મોત, 2ને ઈજા

લીંબડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈજાગ્રસ્તોને લીંબડી સિવિલમાં ખસેડાયા

લીંબડી હાઈવે પર સર્કિટ હાઉસ સામે કાર ડિવાઈડર સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કાર પલટી ખાઈ ગઈ હતી જેમાં રાજકોટના રહીશનું મોત નીપજ્યું હતું. અને તેમના પરિવારના 2 સભ્યોને ઈજા પહોંચી હતી.

રાજકોટ ગાંધીગ્રામમાં રહેતો પરિવાર વડોદરાથી જૂનાગઢ તરફ જઈ રહ્યો હતો. ત્યારે લીંબડી હાઈવે પરના સર્કિટ હાઉસ સામે ડિવાઈડર સાથે કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કાર ગલોટ્યા ખાઈ રોડ નીચે ઉતરી ગઈ હતી.

કારમાં સવાર શનતભાઈ રામજીભાઈ હોથીને ગંભીર ઈજા પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પરિવારના નિલાબેન શનતભાઈ અને અલ્કાબેન વિશાલભાઈને ઈજા પહોંચી હતી. ઘાયલોને સારવાર માટે અને મૃતકને પોસ્ટમોર્ટમ માટે લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...