તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:લીંબડીમાં સોનાના ચેઇનની ચીલઝડપ કરનારો 1 ઝબ્બે

લીંબડી5 મહિનો પહેલા
 • કૉપી લિંક

લીંબડી આનંદપાર્ક સોસાયટીમાં તારીખ 25 નવેમ્બરના રોજ સોનાના ચેઇન આંચકી બાઇક સવાર બે શખ્સો ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે ભોગ બનનારે લીંબડી પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ટેકનીકલ અને હ્યુમનસોર્સના આધારે તપાસ હાથ ધરતાં ભાવનગરના બે શખ્સો સંડોવાયેલા હોવાની વિગતો બહાર આવી હતી. જે પૈકી મેપાનગરમાં રહેતો મેહુલ જયંતીભાઇ ધંધુકીયા બાઇક લઇ રેલ્વે સ્ટેશન રોડ પર આવ્યો હોવાની બાતમીના આધારે પીએસઆઇ એમ.કે.ઇસરાણી, એન.એચ.સોલંકી, લક્ષ્મણભાઇ સહીતનાઓએ વોચ ગોઠવી હતી.

તે દરમિયાન બાઇક લઇ પસાર થઇ રહેલા મેહુલને અટકાવવાનો પ્રયાસ કરતા તેને ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસ ટીમે પીછો કરી તેને ઝડપી લઇ પુછપરછ કરતા ભાવનગરના પપ્પુ કમલભાઇ પટેલ સાથે મળી સોનાના ચેઇનની તફડંચી કરી હોવાની કબુલાત કરતા પોલીસે તેની ધરપકડ કરી વધુ પુછપરછ માટે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કરતા વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો