તપાસ:મહિલાએ કરેલી દુષ્કર્મની ફરિયાદનું લાગી આવતાં યુવકે ઝેરી દવા પી લેતાં મોત

લખતરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

લખતર તાલુકાનાં લીલાપુર ગામની મહિલાએ ચોટીલા તાલુકાના કાબરણ ગામનાં શખસ સામે દુષ્કર્મની ફરિયાદ કરી હતી. આ બાબતે સમજાવવા આવેલા કાબરણના યુવાનને લાગી આવતા ઝેરી દવા પી લેતાં મોત નીપજ્યું હતું. લાશને લખતર સરકારી દવાખાને પોસ્ટ મોર્ટમ માટે લવાઈ હતી. જેમાં લખતર પોલીસે અકસ્માતે મોત થયાનું નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મૂળ ચોટીલા તાલુકાના કાબરણ ગામનાં અને હાલ મોરબી રહેતા કમલેશભાઈ કરશનભાઈ વાઘેલા ઉપર મોરબી પોલીસ સ્ટેશનમાં હાલ લીલાપુર રહેતાં 1 મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. તે ફરિયાદ પાછી ખેંચી લેવા સમજાવવા માટે કમલેશભાઈ કરશનભાઈ વાઘેલા તાલુકાનાં લીલાપુર ગામે આવ્યા હતા. આ ફરિયાદને કારણે કમલેશભાઇને લાગી આવતા તેઓએ ઝેરી દવા પી લેતાં તેની ઝેરી અસર થતાં તેમનું મોત નિપજ્યું હતું.

આ બનાવની જાણ થતાં લખતર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતે મોત થયાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. કમલેશભાઇની લાશને પોસ્ટ મોર્ટમ માટે લખતર સામૂહિક આરોગ્ય કેન્દ્રએ લાવવામાં આવી હતી. જ્યાં પેનલ ડોક્ટરો દ્વારા પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. આ અંગે ડો.જીગ્નેશ મકવાણાએ પ્રાથમિક તપાસમાં ઝેરી દવાની અસર થઈ હોવાનું જણાઈ આવતું હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...