પાણીનો વેડફાટ:લખતરમાં પાણીની પાઇપલાઈનનો વાલ્વ લીક થતાં પાણીનો બગાડ

લખતરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેંકડો લીટર પાણીનો વેડફાટ થતાં લોકોમાં કચવાટની લાગણી

લખતરના પોસ્ટ ઓફીસ રોડ પર મસ્જિદ સામે આવેલી પાણી પુરવઠાની પાઇપ લાઈનનો વાલ્વ લીક થયો હતો. જેના કારણે પાણી રોડ પર ફરી વળતા સેંકડો લીટર પાણીનો વેડફાટ થતાં લોકોમાં કચવાટની લાગણી ફેલાઇ હતી. તંત્ર અજાણ જ હોય તેવો ઘાટ સર્જાયો હતો.

લખતર પોસ્ટ ઓફીસ રોડ પર આવેલી મસ્જિદ સામે લખતર ગ્રામ પંચાયતની પાણી પુરવઠાની પાઇપ લાઇન આવેલી છે. આ પાઇપ લાઇન પર મૂકેલા વાલ્વ લાંબા સમયથી લીક થતો હોવા છતાં તંત્ર અંધારામાં હોય તેમ લાંબા સમયથી સેંકડો લીટર પાણી વેડફાય છે. હજુ શિયાળો શરૂ જ થયો છે. ત્યારે અત્યારથી જો સત્તાવાળાઓ ધ્યાન નહિ આપે તો ઉનાળામાં પાણીના પોકારો ઉઠશે તેવો લોકોમાં ગણગણાટ શરૂ થયો હતો.

આથી આ રોડ પર પાણીનો થતો બગાડ રોકવા તંત્ર જાગે તેવી લોકોની લાગણી છે. અત્રે ઉલ્લેખનીય ગણાશે કે લખતરનો આ રોડ છેલ્લા 15 વરસથી નવો બન્યો ન હોવાથી ખાડા ખડીયા તો છે જ. ત્યારે પાણી ખાડામાં ભરાઈ જવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય તેવો ઘાટ સર્જાયો છે.

અન્ય સમાચારો પણ છે...