લખતરમાં લોકદરબાર યોજાયો:પાણીની ટાંકી, સ્નાનાઘાટ અને રોડના પ્રશ્નો ગાજ્યા

લખતર6 મહિનો પહેલા
  • કૉપી લિંક

લખતર-દસાડા વિસ્તારના ધારાસભ્ય દ્વારા તા.18-2-22ના રોજ લખતર આરામગૃહમાં લોકદરબાર યોજવામાં આવ્યો હતો. જેમાં લોકોના પ્રશ્નો સાંભળી તેનો નિકાલ તેઓ દ્વારા કરવામાં આવ્યો હતો. લખતર-દસાડા વિસ્તારના ધારાસભ્ય નૌશાદ સોલંકી દર મહિનાના પહેલા અને ત્રીજા શુક્રવારે લોકોના પ્રશ્નોનાં નિરાકરણ માટે લોકદરબાર યોજે છે. ત્યારે તા.18-2-22ને ફેબ્રુઆરી મહિનાના ત્રીજા શુક્રવારે લખતર આરામગૃહ ખાતે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ધારાસભ્ય દ્વારા વારાફરતી અરજદારોને સાંભળવામાં આવ્યા હતા. જેમાં માલીકા ગામમાં પાણીની ટાંકીનો પ્રશ્ન, તળાવનાં સ્નાનઘાટનો પ્રશ્ન તથા અણિન્દ્રા-બજરંગપૂરા રોડ બિસ્માર છે તે બાબત સહિત જુદા જુદા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. તે લગભગ પ્રશ્નોનાં ધારાસભ્ય દ્વારા સ્થળ ઉપરથી જ લગત અધિકારીઓ સાથે વાતચીત કરી નિકાલ કરવામાં આવ્યા હતા. આ લોકદરબાર વેળાએ લખતર તાલુકા પંચાયત કોંગ્રેસના સદસ્ય પ્રવિણભાઇ મકવાણા, હસમુખભાઈ હાડી, હાર્દિકભાઈ થડોદા, અશ્વિનસિંહ રાણા તથા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અજયસિંહ રાણા સહિતનાં કોંગ્રેસનાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...