હાશકારો:વિઠ્ઠલાપરા ગામે પાણી પાઇપલાઇનની કામગીરી શરૂ થતાં મહિલાઓના માથેથી પાણીનાં બેડાં ઊતરશે

લખતર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
લખતનરના વિઠ્ઠલાપરા ગામે મહિલાઓને પાણીના બેઠાથી છુટકારો અપાવવા વાસ્મોની પાણીની પાઇપલાઇનનું કામ હાથ ધરાયુ છે. જેથી મહિલાઓને પાણી માટે રઝડવું નહીં પડે. - Divya Bhaskar
લખતનરના વિઠ્ઠલાપરા ગામે મહિલાઓને પાણીના બેઠાથી છુટકારો અપાવવા વાસ્મોની પાણીની પાઇપલાઇનનું કામ હાથ ધરાયુ છે. જેથી મહિલાઓને પાણી માટે રઝડવું નહીં પડે.
  • ગામમાં 17.51 લાખના ખર્ચે પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ
  • મહિના પહેલાં પાણી ભરવા જતી મહિલાઓને વાહને અડફેટે લેતાં મોત થયાં હતાં

તાલુકાના વિઠ્ઠલાપરા ગામે સરપંચ દ્વારા સૌપ્રથમ ઘરે ઘરે પાણી પહોંચાડવા માટે વાસ્મો યોજના હેઠળ કામગીરી શરૂ કરાઈ છે, જેને કારણે વર્ષોથી ગામની મહિલાઓની માથે બેડું લઈ પાણી લેવા જવાની મોટી સમસ્યા દૂર થશે.લખતર-તાલુકાના વિઠ્ઠલાપરા ગામની મહિલાઓને વર્ષોથી માથે બેડાં લઈ હાઈ-વે ક્રોસ કરી જીવના જોખમે સમ્પમાંથી પાણી ભરવા જવું પડે છે.

6 મહિના પહેલાં સાંજના સમયે મહિલાઓ પાણી ભરીને પરત ફરતી હતી તે દરમિયાન આઇશરે ટક્કર મારતાં 2 મહિલાનાં મૃત્યુ નીપજ્યાં હતાં. હાલમાં ગામના નવા ચૂંટાયેલા મહિલા સરપંચ શોભનાબહેન દ્વારા સૌપ્રથમ ગામમાં ઘરે ઘરે પાણી પહોંચે અને મહિલાઓના માથેથી બેડા ઊતરે તેવું નક્કી કરી વાસ્મો યોજના હેઠળ કામગીરી ગામમાં શરૂ કરાવી છે. સમગ્ર ગામમાં 17.51 લાખનાં ખર્ચે 3470 મીટર પાઇપલાઈન નાખવામાં આવશે. આમ, આ કામગીરીને કારણે ટૂંક સમયમાં ગામની મહિલાઓ અને દીકરીઓના માથેથી પાણીનાં બેડાં ઊતરશે, તેવું લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...