રજૂઆત:લખતરમાં ખેડૂતોની વિવિધ માંગણીઓ અંગે રજૂઆત કરાઈ

લખતર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
લખતરમાં ખેડૂતોની વિવિધ માંગણીઓને લઇને ભારતીય કિસાન સંઘ દ્વારા  આવેદનપત્ર અપાયું હતુ. - Divya Bhaskar
લખતરમાં ખેડૂતોની વિવિધ માંગણીઓને લઇને ભારતીય કિસાન સંઘ દ્વારા  આવેદનપત્ર અપાયું હતુ.
  • ભારતીય કિસાન સંઘે મામલતદારને આવેદન આપ્યું

ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોની માંગણીઓ માટે રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ અંતર્ગત તા.11-1-22ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ભારતીય કિસાન સંઘના કારોબારી સભ્ય અને લખતર એપીએમસી ચેરમેનની આગેવાનીમાં ખેડૂતોની વિવિધ માંગણીઓ અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ભારતીય કિસાન સંઘ દ્વારા તા.11-1-22ને મંગળવારના રોજ ખેડૂતોની માંગને લઇને રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ અંતર્ગત લખતર તાલુકા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર ખેડૂતોના પાકની જે પડતર થાય છે તેની ઉપર 25% નફો ગણી કિંમત જાહેર કરાયે, મીટર ભાડું નાબૂદ કરવામાં આવે અથવા તો ફિક્સ ચાર્જ નક્કી કરાયે તેમજ ખેડાણ ખેતર છે ત્યાં સુધી પાણી પહોંચતું કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી.

લખતર તાલુકાના પ્રશ્નો પણ ઉલ્લેખવામાં આવ્યા હતા. જેમાં જણાવ્યા અનુસાર લખતર તાલુકામાં અમુક ખેતરો સુધી હજી સુધી નર્મદાનું પાણી પહોંચતું નથી તે અંગે યોગ્ય કરવામાં આવે. તેમજ રી-સર્વેની કામગીરી યોગ્ય રીતે થાય તે અંગેની પણ માંગ કરાઈ હતી. ભારતીય કિસાન સંઘના સુરેન્દ્રનગરના કારોબારી સભ્ય યુ.બી.રાણા તથા લખતર એપીએમસી ચેરમેન હિતેન્દ્રસિંહ ઝાલાની આગેવાનીમાં આવેદન અપાયું હતું.

અન્ય સમાચારો પણ છે...