નિર્માણ:લખતરથી વિઠ્ઠલાપરા બોર્ડર સુધી ફોરલેન રસ્તો બનશે

લખતર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાંસદે આકસ્મિક રીતે મુલાકાત કરી કામની સમીક્ષા કરી

લખતરથી વિઠ્ઠલાપરા બોર્ડર સુધી ફોરલેન રસ્તો બની રહ્યો છે. ત્યારે તા.17-2-22ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ અને કેન્દ્રીય મંત્રીએ આ રોડ ઉપર ચાલતા કામની આકસ્મિક મુલાકાત લીધી હતી. અને રોડનાં કામની સમીક્ષા કરી હતી.

લખતર-વિરમગામ સ્ટેટ હાઇવે ઉપર દિવસેને દિવસે અકસ્માતોમાં વધારો થઈ રહ્યો છે. હાલમાં આ રોડ ઉપર લખતરથી વિઠ્ઠલાપરા બોર્ડર સુધી ફોરલેન રોડનું કામ શરૂ હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. તેવામાં આ રોડ ઉપર ચાલતા કામની આકસ્મિક મુલાકાત તા.17-2-22ને ગુરૂવારના રોજ કેન્દ્રીય મંત્રી અને સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરાએ કરી હતી.

આ મુલાકાત દરમિયાન તેઓએ રોડનાં ચાલી રહેલા કામની સમીક્ષા કરી હતી. ત્યારબાદ તેઓએ કામ કરતા મજૂરો સાથે વાતચીત કરી હતી. અને કામ બાબતે જરૂરી સૂચનો કર્યા હતા. આ રોડ ઉપર હાલમાં બંને બાજુ એકસાથે કામ શરૂ છે. જેના કારણે અકસ્માતો થઈ રહ્યાં હોવાથી વારાફરતી એક-એક સાઈડ કરવામાં આવે તો અકસ્માતમાં ઘટાડો થઈ શકે તેવી લોકોમાં ચર્ચા થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...