તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:લખતર રેલવે સ્ટેશન રોડ ઉપર સ્ટ્રીટ લાઈટ જ નથી

લખતર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

લખતર શહેરનાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર સ્ટ્રીટ લાઈટો જ ન હોવાથી લોકો પરેશાની ભોગવતાં જોવા મળે છે. આ વિસ્તારમાં લખતર ગ્રામપંચાયતથી રેલ્વે સ્ટેશન સુધીમાં સ્ટ્રીટ લાઈટો જ ન હોવાથી લોકોમાં રોષની લાગણી જોવા મળે છે. અને તે અંગે તાત્કાલિક અસરથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગણી કરવામાં આવી છે.

લખતર શહેરનો એક રોડ એવો છે કે જ્યાં વરસોથી સ્ટ્રીટ લાઈટ જ નથી. લખતર શહેરની ગ્રામપંચાયતથી રેલ્વે સ્ટેશન સુધી લગભગ દોઢેક કી.મી. નો રસ્તો છે. આ રસ્તા ઉપર છેલ્લા ઘણા વર્ષોથી સ્ટ્રીટ લાઈટ જ નથી. તો આ રસ્તે સવારે વહેલા અને સાંજનાં સમયે સેંકડો લોકો વોકીંગ માટે નીકળે છે. ત્યારે હાલમાં શીયાળાના દિવસો ચાલી રહ્યા હોઈ સવારે સૂર્યોદય મોડો થાય અને સાંજના સમયે દિવસ વહેલો આથમી જતો હોવાથી અંધારું જોવા મળે છે. જેને કારણે આ રસ્તે વોકીંગમાં નીકળતાં લોકોને મુશ્કેલી નો સામનો કરવો પડે છે. આ અંગે દિપીકાબેન અને અન્ય મહિલાઓએ જણાવ્યું કે આ રસ્તે સવાર અને સાંજ વોકીંગ માટે જઈએ છીએ ત્યારે હાલમાં સાંજનાં સમયે વહેલી અંધારું થઈ જાય છે. અને આ રસ્તે સ્ટ્રીટ લાઈટો પણ ન હોવાથી આ રસ્તા ઉપર અવાર -નવાર જીવજંતુઓ પણ નીકળતાં હોવાથી અમને ડર લાગે છે. તો તંત્ર આ રસ્તા ઉપર તાત્કાલિક અસરથી સ્ટ્રીટ લાઈટ નંખાવે તેવી અમારી લાગણી સાથે માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો