તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:લખતરના ગ્રામ્ય વિસ્તારોમાં 31 વીજકનેક્શનોમાં ચોરી પકડાઇ

લખતર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

લખતરના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચેકીંગ માટે પીજીવીસીએલની ટીમે 120 કનેક્શનો ચેક કરતા 31માં ગેરરીતિ પકડાતા ત્રણેક લાખનો દંડ ફટકાર્યો હતો. લખતરના ગ્રામ્ય વિસ્તારોમાં ગત તા.18ને શુક્રવારે સુરેન્દ્રનગર વિજિલન્સની ટીમો દ્વારા ચેકીંગ કરતા એકાદ લાખથી વધુની વીજ ચોરી પકડી હતી. અને તા. 28ને સોમવારે લખતર તાલુકામાં વિજિલન્સની ટીમે ફરી ચેકીંગ હાથ ધર્યુ હતું. આ દરમિયાન ટીમોએ લખતર તાલુકાના ભાથરીયા, તલસાણા, અણિયાળી વિગેરે ગ્રામ્ય વિસ્તારો અને લખતરમાં મળી કુલ 120 કનેક્શનો ચેક કર્યા હતા. જેમાંથી 31 કનેક્શનોમાં વીજ ગેરરીતિ ઝડપાઈ હતી. આ 31 કનેક્શનોમાં ત્રણેક લાખથી વધુની વીજચોરી પકડાઈ હોવાનું લખતર પીજીવીસીએલ કચેરીના જુનિયર ઇજનેર હર્ષદ પટેલે જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો