તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામ ચાલુ ક્યારે કરશો?:લખતર શહેરમાં પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત થઈ ગયું છતાંં કામ ખોરંભે હોવાનો ઘાટ

લખતર17 દિવસ પહેલા
 • કૉપી લિંક

લખતર શહેરને પાણી પુરૂ પાડતી પાણીની ટાંકી બનાવવા માટે ખાતમુહૂર્ત થયાને ઘણો સમય થવા છતાં હજુ કામ ખોરંભે ચડ્યું છે. આ જગ્યા ઉપર ટાંકી બનાવવા માટે તે જગ્યામાં ખોદીને રાખી દીધા બાદ કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હોય તેવો ઘાટ સર્જાયો છે.

લખતર શહેરને પાણી પુરૂ પાડતી ટાંકી લખતર સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાછળ હતી. ત્યારે 2014ના વર્ષમાં જુલાઈ મહિનામાં રાત્રીનાં સમયે અચાનક ધડાકાભેર અવાજ સાથે ધરાશાયી થઈ હતી. જેના કારણે સાતેક વર્ષથી આ ટાંકી વગર શહેરીજનોને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે. જે અંગેની અવાર નવાર રજૂઆતો કર્યા બાદ અંતે થોડા મહિના પહેલા પાણીની ટાંકી અને સંપ મંજૂર થયો છે. તેનું ખાતમુહૂર્ત કર્યાને લગભગ બે મહિના થયા હોવા છતાં આજદિન સુધી કામ આગળ ચાલ્યું નથી. આ જગ્યાએ મોટો ખાડો કરીને મૂકી દીધા પછી હજુ સુધી કંઈ જ કામ આગળ વધેલું જોવા મળતું નથી. જેના કારણે કામ ચાલુ થયા પહેલા જ ખોરંભે ચડ્યું છે.

લખતર ગ્રામપંચાયતના સરપંચ પ્રહલાદભાઈ ચાવડાએ જણાવ્યું કે કામ શા કારણથી બંધ છે તે જાણવા હું સુરેન્દ્રનગર પાણી પુરવઠાની કચેરીએ ગયો તો કચેરીમાંથી મને નકશા તૈયાર નહીં હોવાનું કહીને આ કારણથી કામ બંધ હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો