તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગામ બંધ:લખતરમાં લુખ્ખા તત્ત્વોના ત્રાસના વિરોધમાં ગામ બંધ રહ્યું

લખતર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
લખતરમાં લુખ્ખા-આવારા તત્ત્વોના ત્રાસના વિરોધમાં ગામ સજ્જડ બંધ રહ્યું હતું. - Divya Bhaskar
લખતરમાં લુખ્ખા-આવારા તત્ત્વોના ત્રાસના વિરોધમાં ગામ સજ્જડ બંધ રહ્યું હતું.

લખતર શહેરમાં હમણાંથી લુખ્ખા તત્વોનો ત્રાસ વધી ગયો છે. તેના વિરોધમાં તાલુકા કરણી સેના અને ક્ષત્રિય સમાજ દ્વારા તા. 10 જુલાઈના રોજ લખતર બંધ રાખવા માટે અપીલ કરી હતી. જેને જબરો પ્રતિસાદ સાંપડયો હતો અને ગામ બંધ રહ્યુ હોવાનું જોવા મળ્યું હતું.

લખતર શહેરમાં છેલ્લા છએક મહિનાથી લુખ્ખા તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો ગયો છે. લુખ્ખા તત્વો દ્વારા ધાક ધમકી આપવી, મફતમાં વસ્તુ લઈ જવી, ખોટી ફરિયાદો કરવી, પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી ઉપર હુમલા કરવા જેવા કામોથી લખતરની જનતા ત્રાસી ગયેલી છે. અને આવા લુખ્ખા તત્વો સામે પગલાં ભરાતા નથી. જેના વિરોધમાં તા.10-7-21ને શનિવારના રોજ સવારથી સાંજે 4 વાગ્યા સુધી લખતર બંધ રાખવા માટે વેપારી મંડળ તેમજ ગ્રામજનોને અપીલ કરતા બોર્ડ લખતર તાલુકા કરણી સેના અને તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા લખતરના બાળબોધ ચોક તેમજ ગાંધી ચોકમાં મૂકવામાં આવ્યા હતા.

ત્યારે આજે તા.10 જુલાઈ 2021ના રોજ લખતર વેપારી મંડળ તથા ગ્રામજનોએ લુખ્ખા તત્વો સામે પોતાનો વિરોધ નોંધાવી ચા ની કીટલી, પાનનાં ગલ્લા થી લઈને હાઇવે ઉપર પણ તમામ દુકાનો અને હોટલો બંધ હોવાનું જોવા મળ્યું હતું. આમ, લુખ્ખા તત્વોના વિરોધમાં સમગ્ર ગામનો એકસૂ્ર જોવા મળ્યો હતો. અને સંપૂર્ણ લખતર શહેર સજ્જડ બંધ રહ્યું હતું. આ દરમ્યાન કંઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પણ સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...