કામગીરી:ગાંધીનગર VCE કર્મીઓના આંદોલન પહેલાં જ લખતરના VCEને ડીટેઈન કરાયા

લખતર6 દિવસ પહેલા
  • કૉપી લિંક

માગણીઓ મુદ્દે વીસીઇ કર્મચારીઓનું રાજ્યવ્યાપી આંદોલન અને દેખાવ કાર્યક્રમમાં જોડાવા ગાંધીનગર જઈ રહેલા લખતરના વીસીઇ કર્મીઓને પોલીસે ડીટેઈન કર્યા હતા.હાલમાં કર્મચારીઓનો સરકાર સામે રોષ વધી રહ્યો છે. શિક્ષકો, સરકારી કર્મચારીઓ, આશાવર્કરો દરેક ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા છે.

ત્યારે સરકારની મુશ્કેલીમાં એક વધારો થયો હોય તેમ રાજ્યના વીસીઇ કર્મચારીઓએ પણ તેઓની પડતર માંગણીઓ નહીં સંતોષાતાં ગાંધીનગરમાં આંદોલનનું એલાન કર્યું હતું. જેને પગલે સમગ્ર રાજ્યના વી.સી.ઇ.કર્મચારીઓ ગાંધીનગરમાં એકઠા થવાના હતાં. ત્યારે તંત્ર દ્વારા પોલીસને આદેશ મળતાં જ પોલીસે લખતરના વીસીઇને ડીટેઈન કરી પોલીસ સ્ટેશને રાખ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...