તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્રનો ફતવો:લખતરમાં એક ડોઝ લીધા બાદ પણ ટેસ્ટ ફરજિયાત

લખતર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પડાયેલા જાહેરનામાનાં અર્થઘટન અંગે અધિકારીઓ પોતાની સ્ટ્રેટેજી અપનાવતા હોવાનો કિસ્સો લખતરમાં જોવા મળે છે. આ કારણે વેપારીઓ આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા સરકારી દવાખાને દોડી ગયાનો ઘાટ સર્જાયો છે.જિલ્લા તંત્ર દ્વારા કોવિડ-19 અંતર્ગત જિલ્લામાં તમામ વેપારીઓએ વેક્સિન ન લીધી હોય તેમણે આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો ફરજિયાત છે.

પરંતુ જે લોકોએ વેક્સિનનો એક ડોઝ લીધો હોય તો પણ ટેસ્ટ કરાવવો એવો ફતવો સ્થાનિક તંત્રે બહાર પાડતાં વેપારીઓ ધંધા છોડીને રિપોર્ટ કરાવવા લખતર સરકારી દવાખાને દોડી જતા દવાખામાં ટેસ્ટ કિટો ખૂટી રહેતા બીજા દિવસે બોલાવવાનો વારો આવ્યો હોવાનું જોવા મળ્યું હતું. આમ સરકારી કાગળોના અર્થઘટન માટે જે તે અધિકારી પોતાની રીતે અર્થઘટન કરતા હોવાથી વેપારીઓને દંડાવું પડે છે. લખતર તાલુકા હેલ્થ કચેરીએથી મળતી માહિતી મુજબ છેલ્લા ત્રણ દિવસમાં 269 ટેસ્ટ થયા છે.

અન્ય સમાચારો પણ છે...