તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લખતરના શિક્ષકનો નવતર પ્રયોગ:પાઠ્યપુસ્તકને પ્રકરણ દીઠ છૂટું પાડ્યું અને દફ્તરનું વજન 7 કિલોમાંથી 2 કિલો થઈ ગયું

લખતર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
લખતરની એ.વી.ઓઝા શાળાના શિક્ષકે બાળકોને ભાર વિનાના ભણતર માટે અનોખો પ્રયોગ હાથ ધર્યો છે. - Divya Bhaskar
લખતરની એ.વી.ઓઝા શાળાના શિક્ષકે બાળકોને ભાર વિનાના ભણતર માટે અનોખો પ્રયોગ હાથ ધર્યો છે.
  • લખતરની શાળાના એક શિક્ષકે 5 વિદ્યાર્થિનીથી શરૂ કર્યો ‘ભાર વિનાના ભણતર’નો નવતર પ્રયોગ

સરકાર દ્વારા ભાર વગરના ભણતરની મોટી મોટી વાતો કર્યા બાદ હવે જ્યારે તંત્રએ ભાર વિનાનાં દફ્તર માટે કાયદો બનાવવાનું નક્કી કર્યું છે. 3 વર્ષ પહેલાં લખતરની શાળાનાં એક શિક્ષક દ્વારા માધ્યમિક વિભાગનાં વિદ્યાર્થીઓ માટે આ ભાર વિનાનાં દફ્તરનો પ્રયોગ કર્યો હતો. 2017-18ના સેમિનારમાં પણ આ અંગેનું પેપર રજૂ કરી વિદ્યાર્થીઓ, વાલીઓને દફતરનાં વધતાં ભારની ચિંતામાંથી બહાર કાઢવાનો સફળ ઉપાય એટલે કે પ્રકરણ પ્રમાણે શિક્ષણ આપી વિદ્યાર્થીઓનાં દફતરનું વજન ઘટાડવાનો પ્રયોગ કરાયો હતો.

5 સપ્ટેમ્બર શિક્ષક દિન તરીકે ઉજવાય છે. આ શિક્ષકદીને લખતરની શાળાનાં એક શિક્ષક કે જેઓએ સરકારની “ભાર વગરના ભણતર”ની ઉક્તિને સાર્થક કરવા પ્રયાસ કર્યો હતો. પ્રથમ ધોરણથી જ વિદ્યાર્થીને 5 વિષયનો અભ્યાસ કરવાનો હોય છે. આથી તેને દફ્તરમાં 5 પુસ્તક સાથે કંપાસ, નાસ્તાનું બોક્ષ તથા બુક જેવો સામાન ફરજિયાત રાખવો પડતો હોય છે. ત્યારે આજથી ત્રણેક વર્ષ પહેલાં લખતરની શ્રીમતિ એ.વી.ઓઝા સંસ્કાર વિદ્યાલયનાં શિક્ષક ડો.અલ્પેશકુમાર વી.ત્રિવેદીએ આ દફ્તરનું વજન ચકાસ્યું તો પાંચથી સાત કિલો જેટલું થયું હતું. આ વજન કેવી રીતે ઘટે તેનો વિચાર કરીને અંતે પ્રકરણ પ્રમાણે શિક્ષણ આપવાનો પ્રયોગ પોતાની શાળાની 5 વિદ્યાાર્થિનીથી શરૂ કર્યો હતો. આ પ્રયોગમાં વજન સાતેક કિલોથી દોઢ-બે કિલો લાવવામાં તેઓ સફળ રહ્યાં હતાં.

આ અંગે ડો.એ.વી.ત્રિવેદીએ દફ્તરમાં રહેલા પુસ્તકોનો ભાર ઓછો કરવા માટે દરેક વિષયનાં પુસ્તકો લઇ તેને પ્રકરણ પ્રમાણે અલગ કરી. જેથી જે તે પ્રકરણ પ્રમાણેનું પુસ્તક લઈને જ વિદ્યાર્થીએ સ્કૂલે આવવાનું રહે તેવો પ્રયોગ કર્યો હતો. આ તેમણે લગભગ બે એક વર્ષ સુધી શરૂ રાખ્યું હતું. ડો.અલ્પેશ ત્રિવેદીએ આ પ્રયોગ તાલુકાકક્ષાનાં ઇનોવેશન ફેરમાં બે એક વર્ષ પહેલાં રજૂ કરી પ્રથમ ક્રમાંક મેળવી જિલ્લાકક્ષાનાં ઈનોવેશન ફેરમાં રજૂ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...