આવેદન:તલાટીઓ સોમવારે કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવશે

લખતરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લખતર તાલુકાના તલાટી મંડળનું પડતર પ્રશ્ને આવેદન
  • અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાના હોવાનું જણાવાયું

તલાટી કમ મંત્રી મંડળના વિવિધ પ્રશ્નો અંગે શુક્રવારે લખતર તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા વારંવાર સરકારને તલાટી મહામંડળના પ્રશ્નો અંગે રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતાં મહામંડળે સરકાર સામે બાંયો ચડાવીને સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો આપી રહ્યું છે.

તે મુજબ શુક્રવારે લખતર મંડળના પ્રમુખ વિજય પટેલની આગેવાનીમાં તલાટીઓ દ્વારા પ્રશ્નો અંગે ઉકેલ ન આવતાં તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં જણાવ્યા અનુસારે આગામી સમયમાં સોમવારે કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવશે.

ત્યાર બાદ તા. 27મીએ પેન ડાઉન કાર્યક્રમ, તા.1 ઓક્ટોબરે માસ સીએલ મૂકી સ્થાનિક તાલુકા કચેરીએ દેખાવ કરશે. તા. 7 ઓક્ટોબરે જિલ્લા પંચાયત કચેરીએ ધરણાં કરી દેખાવ કરશે. તા. 12 ઓક્ટોબરે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે એક દિવસીય ધરણાં કરશે. તેમ છતાં નિરાકરણ નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરશે.

અન્ય સમાચારો પણ છે...