ભૂમિપૂજન:લખતર ખાતે નાળાનું ખાતમુહૂર્ત શાળાની વિદ્યાર્થિનીઓએ કર્યું

લખતર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

લખતર શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી દીકરીઓના અભ્યાસ માટે સતત સક્રિય રહેલ મંડળની જગ્યામાં જવા માટે નાળું બનાવવાનું કામ શરૂ કરાયું છે. જેનું ખાતમૂહુર્ત મંડળ સંચાલિત શાળાની વિધાર્થિનીઓ દ્વારા જ કરાયું હતું. આ પ્રસંગે દસાડા-લખતર વિસ્તારના ધારાસભ્યે વિદ્યાર્થિનીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

લખતર શહેરમાં આજથી પચાસેક વર્ષ પહેલાં મહિલાઓ પગભર થઈ શકે તે માટે શ્રી શક્તિ મહિલા મંડળની સ્થાપના કરવામાં આવી છે. જ્યાં 1971 થી માધ્યમિક અને 1976 થી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ શ્રી શક્તિ સંસ્કાર તિર્થમાં વિધાર્થિનીઓ માટે જ શરૂ કરવામાં આવેલું છે. જ્યાં આજના દિવસે શ્રીમતી એ.વી.ઓઝા તથા શ્રી વી.જે.ઓઝા સંસ્કાર વિધાલયમાં સેંકડો વિધાર્થિનીઓને શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યુ છે. જેની બજરંગપૂરા રોડ ઉપર જમીન આવેલી છે. ત્યાં જવા માટે નાળું બનાવવાની પ્રાથમિક જરૂરિયાત હોઈ ધારાસભ્યને તેમની ગ્રાન્ટમાંથી આ નાળું બનાવી આપવા માટે રજૂઆત કરાઈ હતી.

તેથી ધારાસભ્ય નૌશાદ સોલંકી દ્વારા આ નાળા માટે અઢી લાખ રૂપિયા ATVTની ગ્રાન્ટમાંથી ફાળવી સંસ્થાની જરૂરિયાત મુજબના નાળાનું ભૂમિપૂજન મહિલા સંસ્થા હોઈ શાળાની વિધાર્થિનીઓના તેમજ ગામનાં મહિલા સરપંચ રંજનબેન ગંગારામભાઈ વરમોરા દ્વારા કરાયું હતું. આ કાર્યક્રમમાં શક્તિ મહિલા મંડળના ટ્રસ્ટી હિતેન્દ્રસિંહ ઝાલા, એન.કે.હાડી, મંડળનાં પ્રમુખ ભાવનાબેન આચાર્ય, પંચાયતના સદસ્ય ગંગારામભાઈ વરમોરા સહિતના આગેવાનો હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...