લોકાર્પણ:લીલાપુર ગામે શહીદ યુવાનની જન્મ જયંતિએ સ્ટેચ્યુ ખુલ્લું મુકાયું

લખતર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષે લોકફાળા થકી વિરાંજલી વનનું લોકાર્પણ કરાયું હતું

લખતર તાલુકાનાં લીલાપુર ગામનો યુવાન ભારતીય નૌ સેનામાં ફરજ બજાવતો હતો. જે બેએક વર્ષ પહેલાં ફરજ દરમ્યાન શહીદ થયો હતો. ત્યારે તા.17-3-23નાં રોજ તેની જન્મ જયંતિ હોઈ લીલાપુર ગામે તેના સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

લખતર તાલુકા મથકથી દસેક કિ.મી. દૂર તાલુકાનું લીલાપુર ગામ આવેલું છે. જ્યાં ગામનાં હરિકૃષ્ણભાઇ હરજીવનભાઈ થડોદાનો પુત્ર કુલદીપ પટેલ ઇન્ડિયન નેવીમાં ફરજ બજાવતો હતો. જેમાં જહાજમાં રીપેરીંગ કરવા જતાં અકસ્માત થયો હતો. ત્યારબાદ તા.28-7-21ના રોજ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લેતાં શહીદ થયો હતો. ત્યારે ગત વર્ષે તેની જન્મજયંતિએ લોકફાળા થકી વિરાંજલી વનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ત્યારે તા.17-3-23નાં રોજ આ વિરાંજલી વનમાં શહીદ યુવાનનું કુલદીપનું સ્ટેચ્યુ મૂકવામાં આવતા તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિવૃત્ત જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો લીલાપુર ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય ગણાશે કે અગાઉ પણ શહીદનું સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું હતું. પરંતુ આ વર્ષે તે જ જગ્યાએ અન્ય રાજસ્થાનથી બનાવવામાં આવેલ ખાસ સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...