ભાસ્કર ઈમ્પેક્ટ:લખતર-સદાદ રોડ પર તંત્ર દ્વારા બાવળો આખરે દૂર કરાયા

લખતરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
લખતર-સદાદ રોડ પર બાવળો દૂર કરી દેવાયા. - Divya Bhaskar
લખતર-સદાદ રોડ પર બાવળો દૂર કરી દેવાયા.
  • ભયજનક વળાંકમાં સામેથી વાહન ન દેખાતા અકસ્માતનો પણ ભય હતો

લખતર શહેરનાં રેલવે સ્ટેશન નજીકથી તાલુકાનાં સદાદ જવા માટેનો રોડ પસાર થાય છે. ત્યારે તે જગ્યાએ બાવળોનું સામ્રાજ્ય હોવાથી લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો હતો. ત્યારે અહેવાલ પ્રસિધ્ધ થયા બાદ તંત્રએ સફાળું જાગી બાવળો દૂર કરાવ્યા જોવા મળે છે.

તંત્ર દ્વારા રોડ બનાવી દેવામાં આવ્યા બાદ તેની કાળજી જાણે ન લેવાતી હોય તેવો ઘાટ લખતરથી સદાદ જવાના રોડ ઉપર જોવા મળતું હતું. આ રોડ ઉપર લખતર રેલવે સ્ટેશન નજીક એક ભયજનક વળાંક આવે છે. ત્યારે આ વળાંકમાં જ બાવળો ઉગી નીકળ્યાં હતાં. અને તે બાવળો રોડ સાઈડ નમી ગયા હોવાનાં કારણે સામેથી વાહન આવે છે કે નહીં તે કઈ જ દેખાતું ન હોવાના કારણે અકસ્માતો થવાની પૂરેપૂરી સંભાવના રહેલી હતી.

ત્યારે આ જગ્યાએ એક-બે અકસ્માતો સર્જાતા સર્જાતા રહી ગયા હોવાનું પણ રસ્તેથી પસાર થતા વાહનચાલકોએ જણાવ્યું હતું. તો આ બાવળો તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી માંગ હોવાનાં અહેવાલ તા.14-9-21ના રોજ પ્રસિદ્ધ થતા જ તંત્ર સફાળું જાગ્યું જોવા મળ્યું હતું. અને આ રોડ ઉપરથી બાવળો હટાવવાની કામગીરી હાથ ધરી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...