ચૈત્ર સુદ પૂનમે શનિવારે હનુમાન જયંતિ છે ત્યારે તાલુકાના ગામ બજરંગપુરામાં વિશિષ્ટ રીતે હનુમાન જયંતી ઉજવાય છે. કારણ કે, આ જ ગામની જમીનમાંથી પવનપુત્ર સ્વયંભૂ પ્રગટ થયા હતા અને એટલે જ ગામનું જૂનું નામ બાપોદરા બદલીને બજરંગપુરા રાખવામાં આવ્યું હતું.
તાલુકાથી દસેક કિલોમીટર દૂર આવેલું બજરંગપુરા જ્યારે બાપોદરા નામથી ઓળખાતું ત્યારે એટલે કે અંદાજે 100 વર્ષ પહેલાં ગામની જમીનમાં ખેડૂત સાંતી ચલાવતો હતો ત્યારે જમીનમાંથી એક પથ્થર મળ્યો હતો. તેણે જોયું તો એ હનુમાનજીની મૂર્તિ હતી. અને તેથી ગામલોકોએ આ જગ્યાએ હનુમાનજીનું વિશાળ મંદિર બનાવ્યું હતું અને તે દિવસથી જ આ ગામને બાપોદરાને બદલે બજરંગપુરા નામ આપ્યું હતું અને ત્યારથી આજે પણ આ ગામ બજરંગપુરા તરીકે જ ઓળખાય છે. ગામની બીજી વિશેષતા એ છે કે ગામના 25 જેટલા યુવાન ફોજમાં જોડાયા છે
બજરંગપુરાનું આ અવનવુ માનો કે ન માનો
લખતરમાં અંગ્રેજ શાસન વખતે જ્યારે રેલવે લાઇન નાખવામાં આવતી હતી ત્યારે બજરંગપુરાના ગેટ પાસે મંદિરના સ્થળ પર રેલવે સ્ટેશન બનાવવાની વાત હતી પરંતુ મંદિરના પરચાને કારણે સ્ટેશન ન બની શક્યું. અને ગામથી 2 કિમી દૂર બનાવવું પડ્યું.
50 વર્ષ પહેલાં રેલે સ્ટેશનેથી ખાવાના તેલના ટેન્કર પસાર થતાં તે ટેન્કર મંદિર પાછળ પલટી ખાઈ જતાં હતાં. તેલ ઢોળાઈ જતું અને તાલુકા મથક લખતરથી લોકો તેલ લેવા છેક ત્યાં ગયા હતા. સેવા-પૂજા વધતાં તેલ ભરેલા ટેન્કર પલટી જવાની ઘટના બંધ થઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.