તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:છારદ ગામે પાણીનો નિકાલ ન થતો હોવાથી રસ્તો 2 વર્ષથી બંધ, વારંવાર રજૂઆત કરવાં છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરાતી નથી

લખતરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
લખતરના છારદ ગામે છેલ્લા બે વર્ષથી રોડ ઉપર ભરાઈ ગયેલું પાણીની ગંદકીમાંથી વિસ્તારના લોકો પસાર થવા મજબુર છે. - Divya Bhaskar
લખતરના છારદ ગામે છેલ્લા બે વર્ષથી રોડ ઉપર ભરાઈ ગયેલું પાણીની ગંદકીમાંથી વિસ્તારના લોકો પસાર થવા મજબુર છે.
  • લોકોને સ્ટેટ હાઇવે ઉપરથી પસાર થઈને ગામના બીજા વિસ્તારમાં જવું પડે છે

લખતર તાલુકામાં હમણાંથી વરસાદ જ થયો નથી તેમ છતાં પણ તાલુકાનાં છારદ ગામનાં હિંગળાજ પરા વિસ્તારમાં છેલ્લા બે વર્ષ પાણી ભરાયેલું રહે છે. આથી રસ્તો બંધ હોવાથી લોકોને અગવડતા ભોગવવાનો વારો આવ્યો જોવા મળે છે. અને આ વરસાદી પાણીનાં નિકાલની કોઈ સગવડ ન હોવાનું રહેવાસીઓએ જણાવી રોગચાળો ફેલાવવાની દહેશત વ્યક્ત કરી હતી. લખતર તાલુકામાં સામાન્ય કરતા પણ ઓછો વરસાદ પડેલો છે. તેમ છતાં લખતર તાલુકાના છારદ ગામે આવેલ હિંગળાજ પરામાં પાણી ભરાયેલું જોવા મળે છે.

જે પાણીના કારણે છારદ ગામમાંથી હિંગળાજ માતાજીવાળા પરામાં આવવા માટેનો રસ્તો બે વર્ષથી બંધ હોવાનું ગામલોકોએ જાણાવ્યુ હતું. આ અંગે બચૂબેન, રતનબેન, વસંતબેન તથા ચંપાબેને જણાવ્યું કે અમારે છોકરાઓને નિશાળે મૂકવા પણ ગંદકીમાંથી પસાર થવું પડે છે.

તો આ રસ્તો ભરાઈ ગયેલ પાણીના કારણે બંધ હોવાથી ગામનાં લોકોને અમારા પરામાં આવવા માટે હાઇવે ઉપર થઈને આવવું પડે છે. તો આ ગંદકીનાં કારણે અમારા વિસ્તારમાં હાલમાં રોગચાળો તો છે જ પરંતુ તે વધુ વકરવાનો ભય અમને રહેલો છે. આ અંગે અમે અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર ધ્યાન આપતું નથી. તો તાત્કાલિક અસરથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી સાથે માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...