તંત્ર નિદ્રાધીન:9 વર્ષથી લખતરના મોતીસર તળાવની પ્રોટેક્શન વોલ તૂટેલી

લખતર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અધિકારીઓ-પદાધિકારીઓ આ રસ્તેથી જ પસાર થતા હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં

લખતર શહેરની તમામ વડી કચેરીએ જવા માટે સ્ટેટ હાઇ-વેને શહેર સાથે જોડતો રોડ લખતરના મોતીસર તળાવની પાળ નજીકથી પસાર થાય છે. આ રોડ ઉપર નવેક વર્ષ પહેલાં રોડ બનતો હતો તે સમયે જીસીબીથી તળાવની પ્રોટેક્શન વોલ રાજુપીર દાદાની જગ્યા પાસે વળાંકમાં પડી ગઈ હતી. તે હાલના સમયમાં પણ જેમની તેમ જ છે. 9 વર્ષનો સમય થવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી.

તો એકાદ વર્ષ પહેલા જ આ જગ્યાએથી સાંજના સમયે 1 કાર તળાવમાં ખાબકી હતી. તે સમયે સદનસીબે જાનહાનિ ટળી હતી. નોંધનીય છે કે આ તળાવની દીવાલ લાંબા સમયથી તૂટેલી છે. તાલુકાની મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, પોલીસ સ્ટેશન સહિતની કચેરીઓ આ રસ્તે આવેલી છે. છતાં ત્યાં આવતાં જિલ્લાના કોઈ અધિકારીઓને કે કોઈપણ પદાધિકારીઓ ને આ પ્રોટેક્શન વોલ દેખાતી નહીં હોય તેવા સવાલો ઊઠ્યા છે.

અન્ય સમાચારો પણ છે...