તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:લખતરમાં સોમવતી અમાસે નીલકંઠ મહાદેવની શોભાયાત્રા નીકળશે

લખતર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
લખતરમાં સોમવતી અમાસે 150 વર્ષ પુરાણા નીલકંઠ મહાદેવની શોભાયાત્રા નીકળનાર છે.  - Divya Bhaskar
લખતરમાં સોમવતી અમાસે 150 વર્ષ પુરાણા નીલકંઠ મહાદેવની શોભાયાત્રા નીકળનાર છે. 
  • અંદાજે દોઢસો વર્ષ અગાઉ લખતરના તત્કાલીન રાજવીએ સ્થાપના કરી હતી

લખતર શહેરમાં શ્રાવણ વદ અમાસે એટલે કે સોમવતી અમાસે શહેર મધ્યે આવેલ નીલકંઠ મહાદેવ મંદિરમાંથી દેવાધિદેવ મહાદેવ નગરચર્યાએ નીકળશે. આ મહાદેવ મંદિર આશરે 150 વર્ષ કરતા વધારે પૌરાણિક છે. અને લખતરના પ્રજાવત્સલ રાજવીએ બંધાવેલું છે.

શ્રાવણ મહિનાને ભગવાન શિવની વિશેષ આરાધના માટેનો મહિનો માનવામાં આવે છે. આ સમગ્ર મહિના દરમ્યાન શિવાલયો શિવભક્તો દ્વારા હર હર મહાદેવના નાદથી ગૂંજી ઊઠે છે. તો ભગવાન શિવને આરતી સમયે વિશેષ શણગારો થકી સજાવવામાં આવે છે. ત્યારે લખતર મધ્યે લખતરના પ્રજાવત્સલ રાજવી કરણસિંહજી દ્વારા બંધાવવામાં આવેલું નિલકંઠ મહાદેવનું લગભગ 150 વર્ષ કરતા વધારે પુરાણું મંદિર આવેલું છે. જેમાં શ્રાવણ સુદ આઠમ સંવત 1932ના રોજ મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી.

આ મંદિરેથી વર્ષોથી વર્ષમાં બે વાર એટલે કે શ્રાવણ વદ અમાસે અને મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની શોભાયાત્રા નીકળે છે. આ વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ શ્રાવણ વદ અમાસને તા.6 સપ્ટેમ્બરને સોમવારના રોજ લખતર નીલકંઠ મહાદેવના મંદિરથી સાંજે સમયે મહાદેવ નગરચર્યાએ નીકળશે. આ શોભાયાત્રાનું આયોજન લખતર બ્રહ્મસમાજ દ્વારા કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...