ફોરલેનનું ખાતમુહૂર્ત:લખતર સ્ટેટ હાઇવે પરનો ખાડો 10 દિવસમાં ફરી પુરાયો

લખતર11 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર-વિરમગામ સ્ટેટ હાઇવે પર લખતર નજીક અઠવાડિયા પહેલા પુરેલો ખાડો તંત્રના નબળા કામનાં કારણે ફરીવાર પડી ગયો હતો. જ્યારે 7 ઓકટોબરે લખતર-વિઠલાપરા ફોરલેન હાઈવેનું ખાતમુહૂર્ત હોવાનાં કારણે કેન્દ્રીય મંત્રી આવવાના હોવાથી 10 દિવસની અંદર ફરી એકવાર તાત્કાલિક ખાડો પુરવામાં આવ્યો હોવાની ગ્રામજનોમાં ચર્ચા ઊઠી છે.

સુરેન્દ્રનગર-વિરમગામ સ્ટેટ હાઇવે પર લખતર નજીક મસમોટા ખાડા પડી ગયા હતા. જે અંગેનાં અહેવાલ વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થતા જ તંત્રે દેખાડો કરવા તે પુરવાની કામગીરી હાથ ધરી હતી. આ નબળી કામગીરીને કારણે 4 દિવસમાં ફરી આ ખાડાઓ જેમના તેમ થઈ ગયા હતા. લખતરથી વિઠ્ઠલાપરા બોર્ડર સુધી હાઇવે ફોરલેન કરવા માટેના કામનું ઈ-ખાતમુહૂર્ત 7 ઓકટોબરે લખતરમાં કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરાની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગરથી કરવાનાં છે. કેન્દ્રીય મંત્રી આ રસ્તેથી આવવાના હોઈ તંત્ર દ્વારા આગળના દિવસે તાત્કાલિક ખાડા પુરવામાં આવ્યા.

અન્ય સમાચારો પણ છે...