તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીની પળોજણ:વડેખણ ગામનાં લોકોને પીવાના અને પિયતના પાણી માટે વલખા

લખતર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામના સરપંચે 1 વર્ષ પહેલા પાણી પુરવઠા મંત્રી અને અધિકારીને લેખિત રજૂઆત કરવા છતાં કાર્યવાહી નહીં
  • લક્ષ્મીસર જૂથ યોજનામાંથી 10 દિવસથી પૂરતું પાણી ન મળતાં

લખતર તાલુકાનાં છેવાડાના ગણાતા એવા વડેખણ ગામનાં લોકોને ભર ઉનાળે પીવાના તેમજ પિયતના પાણી માટે વલખા હોય તેવો ઘાટ સર્જાયો છે. આ અંગે ગામનાં સરપંચે પાણી પુરવઠા અધિકારીને અને એકાદ વર્ષ પહેલાં પાણી પુરવઠા મંત્રીને લેખિતમાં આપ્યું હોવા છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે.

લખતર તાલુકા મથકથી લગભગ ત્રીસેક કી.મી. દૂર તાલુકાનું છેવાડાનું અને કાંઠાનું વડેખણ ગામ આવેલું છે. ત્યારે આ ગામમાં ભર ઉનાળે ગ્રામજનોને પાણીની પળોજણ સર્જાઇ છે. મળતી માહિતી મુજબ તાલુકાનાં વડેખણ ગામને લક્ષ્મીસર જૂથ યોજનામાંથી સંપમાં પાણી મળી રહે છે. ત્યારે છેલ્લા દસેક દિવસથી ગામનાં સંપમા પૂરતું પાણી આવતું જ નથી. આવી કાળઝાળ ગરમીમાં પીવાનું પાણી પૂરતું ન મળતા ગ્રામજનોને ભારે મુશ્કેલી પડી રહી છે.

આ અંગે સરપંચ રંભાબેન વડેખણિયા દ્વારા કાર્યપાલક ઇજનેરને લેખિત જાણ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય ગણાશે કે ગત વર્ષના મે મહિનામાં આ અંગે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાને લેખિતમાં કરી હોવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનુ જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...