વિરોધ:નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા પડતર માગણીઓ મુદ્દે આંદોલનની ચીમકી

લખતરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લખતર તાલુકાના નિવૃત્ત કર્મચારીઓનું મામલતદારને આવેદન

લખતર તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા તા.18-4-22ને સોમવારના રોજ તેઓની પડતર માગણીઓને ઉલ્લેખીને એક આવેદનપત્ર લખતર મામલતદારને આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં કરાયેલા પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

સરકારને ડિસેમ્બર 2021માં નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા આવેદનપત્ર આપી માંગણીઓ ઉકેલ લાવવા જણાવ્યું હતું. ત્યારે તે માગણીઓ ન સંતોષાતા ફરી તા.18-4-22ને સોમવારના રોજ આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તે મુજબ લખતર તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ એન.કે.હાડીની આગેવાનીમાં રાજ્ય નિવૃત્ત કર્મચારી સખાવતી મહામંડળનાં નેજા હેઠળ લખતર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

કેન્દ્ર સરકારના ધોરણે તબીબી ભથ્થા માસિક રૂ.300ના બદલે રૂ.1000 ચૂકવવા (1-1-2016 થી), સાતમા પગાર પંચમાં સચિવોની સમિતિના ફાઈનલ અહેવાલ મુજબ 2.97% પેન્શનના જોડાણ કરી ચૂકવણી કરવા, સને 2004થી અમલમાં આવેલી નવી પેન્શન યોજના બંધ કરી જૂની પેન્શન યોજના ચાલુ કરવા માટે, પેન્શન એ આવક નથી. તેથી પેન્શનરોને આવકવેરામાંથી મુક્તિ આપવા બાબત સહિતની માગણીઓ કરાઈ છે. યોગ્ય કાર્યવાહી નહીં કરાય તો આંદોલનની ફરજ પડશે તેવી ચીમકી પણ આવેદનપત્રમાં ઉચ્ચારવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...