તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુલાકાત:નાની કઠેચી પાસે માછીમારી કરતા લોકોની ધારાસભ્યે મુલાકાત લીધી

લખતર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફોરેસ્ટના અધિકારીઓ કનડત કરતા હોવાની રજૂઆત

લીંબડી તાલુકાનાં નાના કઠેચી ગામથી નજીક આવેલ નળ સરોવરનાં બેટમાં રહેતા માછીમારી કરી પરિવારનું ગુજરાન ચલાવતાં પઢાર-આદિવાસી પરિવારોને ફોરેસ્ટના અધિકારીઓ વારંવાર કનડગત કરતાં હોવાથી તેઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાની રાવ ઉઠી હતી. આ અંગેની રજૂઆત ધારાસભ્યને કરતાં આ વિસ્તારના ધારાસભ્ય આ પરિવારોની રૂબરૂ મુલાકાતે પહોંચી અને રજૂઆતો સાંભળી હતી.

નળકાંઠા વિસ્તારમાં આવતા નાના કઠેચી ગામ નજીક બેટ વિસ્તારમાં રહી અનેક પઢાર-આદિવાસી પરિવારો માછીમારી કરી ગુજરાન ચલાવે છે. જ્યાં ફોરેસ્ટના અધિકારીઓ અવાર-નવાર તેઓને પરેશાન કરતાં હોય તેવી રજૂઆતો ધારાસભ્યને કરી હતી. આ રજૂઆતોને ધ્યાને લઇ દસાડા -લખતર વિસ્તારનાં ધારાસભ્ય નૌશાદ સોલંકીએ આ વિસ્તારના પાણીમાં આવેલા બે બેટની મુલાકાત લીધી હતી. ત્યાં વસતા પરિવારોની મુલાકાત લેતા લોકોએ પોતાની વ્યથા ધારાસભ્યને સંભળાવી હતી. અને માછીમારી કરવાની ઝાળીઓ અધિકારીઓ કપાવી નાંખે છે તો કેસ કરવાની ધમકીઓ આપતા હોવાની રહેવાસીઓએ રજૂઆત કરી હતી.

આદિવાસી - પઢાર સમાજના પરિવારો નળસરોવરમાં માછીમારી પર નભે છે
આ આદિવાસી -પઢાર સમાજ વર્ષોથી નળ સરોવરમાં માછીમારી પર નભતો સમાજ છે. જે તેઓનો અધિકાર છે. ત્યારે અધિકારીઓ વારંવાર આ લોકોને રંજાડવાનો પ્રયત્ન કરે છે. જે ખૂબ જ નિંદનીય છે. આ લોકોના હક્ક ઉપર તરાપ મારવાનો કે છીનવવાનો અધિકાર કોઈને નથી. આ અંગે ઉચ્ચકક્ષાએ પણ જાણ કરેલ છે. - નૌશાદ સોલંકી, ધારાસભ્ય.

અન્ય સમાચારો પણ છે...